શોધખોળ કરો

નવસારી: તાંત્રિકે વિધિની નામે બે સગી બહેનો સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને બની ગર્ભવતી, પછી શું થયું?

તાંત્રિકે દીકરીના પિતાને 'તારા ઘરમાં શૈતાન વાસ કરી રહ્યો છે, તે તારી પુત્રીઓને સાસરે ટકાવા દેશે નહીં. આ શૈતાનને ભગાડવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે' એવું જણાવ્યું હતું. તેમજ આ વિધિ માટે 50 હજારનો ખર્ચ થશે અને વિધિ માટે પરણીત દીકરીને એકલી મોકલવી પડશે, તેમ જણાવ્યું હતું.

નવસારીઃ ગણદેવીમાં તાંત્રિક વિધિના બહાને તાંત્રિકે બે સગી બહેનો પર વારંવાર બળાત્કાર ગુજારીને બંનેને ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી ગઈ છે. નંદુરબારના હવસખોર તાંત્રિકે બંનેને હવસનો શિકાર તો બનાવી જ હતી સાથે વિધિના બહાને દીકરીઓના પિતા પાસેથી 50 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. આ અંગે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તાંત્રિક ઉપરાંત બે શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. આ અંગેની વિગતો એવી છે કે, ગણદેવીના એક ગામમાં ઉત્તર પ્રદેશનો પરિવાર વરસોથી રહે છે. આ પરિવારમાં પતિ-પત્ની તેમજ તેમની ચાર દીકરીઓ છે. જેમાંથી બે દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તેમાંથી 23 વર્ષીય દીકરીને એક સંતાન છે, પરંતુ પિયરમાં જ રહે છે. આ સિવાય 17 અને 13 વર્ષની બે દીકરીઓ પરિવારમાં છે. દરમિયાન ત્રણેક મહેના પહેલા ચીખલીના માણેકપોરના સુરેશ પટેલ(ઉં.વ.30) સાથે દીકરીના પિતાને પરિચય થયો હતો અને દીકરી પિયરથી સારે ન જતી હોવાનું જણાવ્યું હતું. જેથી સુરેશે તેમને એક તાંત્રિકને જાણતો હોવાનું કહ્યું હતું. આ પછી સુરેશ તાંત્રિક વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર નાઇક (ઉ.વ.૩૭, રહે લાખાપોર, તા. તળોદા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર)ને સાથે લઈ આવ્યો હતો. તાંત્રિકે દીકરીના પિતાને 'તારા ઘરમાં શૈતાન વાસ કરી રહ્યો છે, તે તારી પુત્રીઓને સાસરે ટકાવા દેશે નહીં. આ શૈતાનને ભગાડવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે' એવું જણાવ્યું હતું. તેમજ આ વિધિ માટે 50 હજારનો ખર્ચ થશે અને વિધિ માટે પરણીત દીકરીને એકલી મોકલવી પડશે, તેમ જણાવ્યું હતું. આ સાંભળ્યા પછી દીકરીના પિતાએ તાંત્રિકના ખાતામાં 49,500 રૂપિયા નાંખી દીધા હતા. તેમજ તેની દીકરીને તાંત્રિક પાસે વિધિ માટે મૂકી આવ્યો હતો. અહીં તાંત્રિકે વિધિના બહાને પરિણીત યુવતી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન દીકરીના પિતા આવતાં હજુ વિધિ અધુરી હોવાનું જણાવ્યું હતું અને તેને ફરીથી લઈ આવવા સૂચના આપી હતી. તાંત્રિકથી ડરી ગયેલી દીકરીએ ઘરે કોઇને વાત કરી નહોતી પરંતુ બીજી વખત વિધિ માટે જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ પછી દીકરીના પિતાએ તાંત્રિકને આ અંગે વાત કરતાં તેણે યુક્તિ અજમાવી હતી અને વિધિ પૂરી કરવી પડશે, તેમ કહી તેની નાની બહેન પાસે વિધિ પુરી કરાવવા જણાવ્યું હતું. આથી તેના પિતાએ વિચાર્યા વગર તેની બીજી દીકરીને મોકલી દીધી હતી. આ સગીરા પર પણ તાંત્રિકે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેને તાંત્રિકે લગ્નની લાલચ આપીને કોઈને વાત ન કરવાનું જણાવ્યું હતું. દરમિયાન તાંત્રિકની હવસનો શિકાર બનેલી બંને બહેનો ગર્ભવતી થતાં પરિવાર સમસમી ઉઠ્યો હતો. આ પછી સમગ્ર હકિકત સામે આવતા પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. જોકે, સગીરાએ આ અંગે તાંત્રિકને જણાવી દેતા તે સગીરાને નવસારીના અબ્દુલ રહીમ અબ્દુલ રઝાક પઠાણ (ઉ.વ.૩૦) અને સુરેશ પટેલની મદદથી લાખાપોર લઈ ગયો હતો. જોકે, પિતાએ ગણદેવી પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સગીરાને છોડાવી હતી અને ત્રણેયને જેલભેગા કરી દીધા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget