શોધખોળ કરો
Advertisement
સુરતઃ તન્વીની સાથે બીજી 3 યુવતી પણ હોટલમાં 3 યુવકો સાથે રાત રોકાઈ હતી, રૂમમાંથી શું મળી આવતાં પોલીસ ચોંકી ગઈ ?
થર્ટી ફર્સ્ટની રાતે તન્વી સાથે અન્ય ત્રણ યુવતીઓ અને ચાર યુવકો પણ થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે આવ્યા હતા. અન્ય યુવતીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પંકજ અને તન્વી વચ્ચે અગાઉ સેલવાસમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો. એટલું જ નહીં, થર્ટી ફર્સ્ટે રાત્રે પણ બંને વચ્ચે ઝઘટો થયો હતો.
સુરતઃ સુરતમાં નવા વર્ષના પહેલા દિવસે પીપલોદની હોટલમાં 22 વર્ષની યુવતી તન્વી ભાદાણીના રહસ્યમય મોતના કિસ્સામાં સૌથી મોટો ધડાકો થયો છે. કતારગામમા રહેતી તન્વીએ ઝેરી દવા ગટગટાવી હોવાનો તન્વીની બહેનપણીની પૂછપરછમાં ખુલાસો થયો છે. પોલીસે તન્વીના રહસ્યમય રીતે મોતના કિસ્સામાં તેની ત્રણ બહેનપણીઓના નિવેદન લીધા હતા. જેમાં તેમણે તન્વીએ ઝેર પીધું હોવાનો દાવો કર્યો હતો.
સુરતમાં થર્ટી ફર્સ્ટની રાત્રે ન્યુ યરની ઉજવણી કરવા 22 વર્ષની તન્વી પોતાનાથી 15 વર્ષ મોટા પંકજ ગોહેલ સાથે હોટલમાં ગઈ હતી. હોટલમાં જ પ્રેમી સાથે રાત્રે રોકાયેલી યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. આ ઘટનામાં યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણકારી હતી અને તેમની મંજૂરીથી જ યુવતી પ્રેમી સાથે હોટલમાં ગઈ હોવાનું બહાર આવ્યું હતું.
થર્ટી ફર્સ્ટની રાતે તન્વી સાથે અન્ય ત્રણ યુવતીઓ અને ચાર યુવકો પણ થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે આવ્યા હતા. અન્ય યુવતીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, પંકજ અને તન્વી વચ્ચે અગાઉ સેલવાસમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો. એટલું જ નહીં, થર્ટી ફર્સ્ટે રાત્રે પણ બંને વચ્ચે ઝઘટો થયો હતો. તન્વી વોશરૂમમાંથી બહાર આવ્યા પછી બહેનપણીઓને ઝેર પીધું હોવાનું કહ્યું આથી. તેને બીજા રૂમમાં લઈ જઈ વોમિટ કરાવી હતી. તેમજ યુવતીઓએ આવું ન કરવા જણાવ્યું , તો તેણે મજાક કરતી હોવાનું જણાવ્યું હતું. જોકે, તન્વીએ રાત્રે પણ ફરી વોમિટ કરી હતી.
પાર્ટી પૂરી થયા પછી 12.30 વાગ્યે અન્ય ત્રણેય યુવકો યુવતીઓ સાથે પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા. જોકે, તન્વી સવારે ન ઉઠતા પંકજે ત્રણેય યુવકોના રૂમ ખખડાવી આ અંગે જાણકારી આપી હતી. પોલીસને રૂમમાં તપાસ દરમિયાન દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. પંકજની પૂછપરછ દરમિયાન બંને વચ્ચે છેલ્લા અઢી વર્ષથી પ્રેમસંબંધ હોવાની તેણે કબૂલાત કરી હતી. જોકે, તન્વીએ ઝેર પીધું હતું કે નહીં તે પીએમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે.
હોટલમાં રૂમના બૂકિંગને લઈને પણ મોટો ધડાકો થયો છે. થર્ટી ફર્સ્ટની રાતે ઓયો હોટલમાં રોકાવા માટે તન્વીએ જ રૂમ બૂક કરાવ્યો હતો. હોટલમાં રૂમ બૂક કરાવી રહેલી તન્વીના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં તન્વી હોટલનો રૂમ બૂક કરાવતા નજરે પડી રહી છે.
તન્વીની ફ્રેન્ડે દાવો કર્યો છે કે, તન્વીનો ફ્રેન્ડ અને હોટલમાં એ જેની સાથે ગઈ હતી એ પંકજ ગોહેલ પરણિત હોવાથી તન્વીને પૂરતો સમય ન આપતો હોવાથી તન્વીએ ઝેરી દવા પી લીધી હતી. આ મુદ્દે તન્વી અને પંકજ વચ્ચે હંમેશા રકઝક થતી હતી એવો દાવો પણ તેણે કર્યો છે.
તન્વીની ફ્રેન્ડના આ દાવાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે કેમ કે તન્વીએ જાતે દવા પી લીધી હતી કે કેમ એ સવાલ ઉભો થયો છે. તન્વીની ફ્રેન્ડે તન્વીના મિત્ર પંકજ સામે જૂઠું બોલવાનો આક્ષેપ પણ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, તન્વીના મિત્ર પંકજે પોલીસને ગેરમાર્ગે દોરી છે. તેણે કહ્યું કે, રાત્રે સૂતા બાદ તન્વી સવારે જાગી જ નથી પણ વાસ્તવમાં તન્વીએ રાત્રે જ દવા પી લીધી હતી. સુરત પોલીસ આ કેસમાં તન્વીના મિત્ર પંકજની ધરપકડ કરે તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement