શોધખોળ કરો
Advertisement
સુરતઃ રાત્રે જમીન પર સૂઈ રહેલા યુવકના પેન્ટમાં સાપ ઘૂસી જતાં યુવક જાગી ગયો, જાણો યુવકના શું થયા હાલ ?
મંગળવારે રાત્રે પ્રવીણભાઈ પોતાના ઘરમાં ભોય તળિયે સૂતા હતા ત્યારે એક સાપ તેમના પેન્ટમાં ઘૂસી ગયો હતો.
સુરતઃ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં બનેલી એક કરૂણ ઘટનામાં ખેતરમાં ઘર બનાવીને રહેતો ખેડૂત રાત્રે ભોંયતળિયે સૂતો હતો ત્યારે તેના પેન્ટમાં સાપ ઘૂસી ગયો હતો. સાપે ખેડૂતની જાંઘ પર ડંખ મારતાં આ ખેડૂત યુવકનું મોત થું છે. વાડી ફળિયામાં રહેતા એક ખેડૂતને રાત્રે ઊંઘમાં જ સાપે ડંખ માર્યો હતો કે જે જીવલેણ સાબિત થયો હતો.
આ ઘટના અંગે મળતી વિગતો મુજબ વાડી ગામના પ્રવીણભાઈ વિનુભાઈ વસાવા (ઉ.વ. 39) વાડી ફળિયામાં પોતાના ખેતરમાં ઘર બનાવીને રહે છે, પ્રવીણભાઈ પોતાના પરિવાર સાથે ખેતરમાં જ રહે છે. મંગળવારે રાત્રે પ્રવીણભાઈ પોતાના ઘરમાં ભોય તળિયે સૂતા હતા ત્યારે એક સાપ તેમના પેન્ટમાં ઘૂસી ગયો હતો. પ્રવીણભાઈ સફાળા જાગી જતાં સાપે બહાર નિકળવા પ્રયત્ન કર્યો હતો અને તેના કારણે દબાણ અનુભવાતાં છંછેડાઈને જાંઘ પર ડંખ માર્યો હતો. પ્રવીણભાઈએ બૂમાબૂમ કરતાં તેમને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગાંધીનગર
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion