ગુજરાતમાં કોરોના પછી કયા રોગે મચાવ્યો કેર, સાત દિવસમાં ત્રીજું મોત થતાં તંત્ર થયું દોડતું
આજે સુરતના વેસુમાં મહિલાનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. 44 વર્ષીય મેના દેવી જૈનનું મોત નીપજ્યું છે. મહિલા વેસુ VIP પામ એવન્યુમાં રહેતી હતી. મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના પછી હવે ડેંગ્યુએ માથું ઉંચક્યું છે. છેલ્લા 7 દિવસમાં જ રાજ્યમાં 3 લોકોના મોતથી તંત્ર દોડતું થઈ ગયું છે. આજે સુરતના વેસુમાં મહિલાનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. 44 વર્ષીય મેના દેવી જૈનનું મોત નીપજ્યું છે. મહિલા વેસુ VIP પામ એવન્યુમાં રહેતી હતી. પામ એવન્યુની બાજુમાં કન્ટ્રક્શન સાઇટમાં પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોની ઉત્પત્તિ થઈ હતી. વારંવાર ફરિયાદ છતાં કોઈ નિકાલ કરાયો નહોતો. મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ડેન્ગ્યુ નિદાન થયું હતું. આ પછી સારવાર દરમ્યાન મોત થયું હતું.
છેલ્લા 6 માસમાં ડેન્યુના 42 કેસ નોંધાયા છે. મલેરિયાના 103 કેસ નોંધાયા હતા. ગઈ કાલે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ડેન્ગ્યુથી ૯ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. રોહિત ફળિયા વિસ્તારમાં રહેતી બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળાની શક્યતા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરાયો છે.
ગત 5 ઓગસ્ટે વડોદરા શહેરમાં 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું હતું. આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલનું ડેંગ્યુથી મોત નીપજ્યું હતું. ડેંગ્યુના કારણે મોતને ભેટનાર સાક્ષી રાવલ નેશનલ પ્લેયર હતી. 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં સાક્ષી રાવલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પાણી જન્ય રોગચાળાએ નેશનલ પ્લેયર સાક્ષી રાવલ નો ભોગ લીધો હતો. નેશનલ પ્લેયર સાક્ષી રાવલના મોતથી પરિવારજનો અને સાથી ખેલાડીઓમાં શોકની લાગણી ફરી વળી હતી.
Surat : ઇન્દિરા આવાસના 2 મકાન ધરાશાયી થતાં 2 વર્ષીય બાળકીનું મોત, 8 ઘાયલ
સુરતઃ ઓલપાડના એરથાણ ગામે મોડી રાત્રે બે મકાન ધરાશાયી થતાં એક બાળકીનું મોત થયું છે. જ્યારે 8 લોકોનો મોત થવાના છે. ઇન્દિરા આવાસના 2 મકાન ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનામાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એક 2 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે.
2005/ 06માં ઇન્દિરા આવાસ નું નિર્માણ થયું હતુંય કુલ 30 જેટલા મકાનો આવેલા છે. તમામ મકાન જર્જરિત હાલતમાં છે. સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવી સરપંચ તેમજ તલાટીને રજુઆત કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય લોકો ને સામાન્ય ઇજા થતાં પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી. જર્જરતી મકાનની દીવાલ ધરાશાયી થયા બાદ બંને મકાનો તૂટી પડયા હતા. સ્થાનિકોઓએ અવાર નવાર જર્જરિત આવાસ ફરી બનાવવાની માંગણી કરી હતી.
મૃતક અને ઘાયલોના નામ
પરેશ ગણપત રાઠોડ 30
સુનિતા પરેશ રાઠોડ 25
પવન પરેશ રાઠોડ 6
પાયલ પરેશ રાઠોડ 2 મૃતક
રેખા મેલજી રાઠોડ 28
જીગ્નેશ મેલજી રાઠોડ 14
સાહિલ મેલજી રાઠોડ 11
ભરત રમેશ રાઠોડ 36
સુરજ મેલજી રાઠોડ 9