શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતના આ જિલ્લાની ચિંતામાં વધારો, આજે નોંધાયા કોરોનાના વધુ પાંચ કેસ, જાણો વિગત
આજે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના નોંધાયેલા કેસોમાંથી 3 ભરૂચ શહેરમાં અને જંબુસરમાં બે કેસ નોંધાયા છે.
ભરૂચઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ભરુચ જિલ્લાની ચિંતામાં વધારો થયો છે. આજે નવા પાંચ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 98એ પહોંચી ગઈ છે. આજે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના નોંધાયેલા કેસોમાંથી 3 ભરૂચ શહેરમાં અને જંબુસરમાં બે કેસ નોંધાયા છે.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ બુસા સોસાયટી, ઝાડેશ્વરના સમૃદ્ધિ બંગલોઝ અને સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, ભરુચમાં સતત કેસો વધી રહ્યા છે, જેને કારણે કોરોનાના કેસોનો કુલ આંક 100એ પહોંચવા આવી ગયો છે. બીજી તરફ નવસારી જિલ્લામાં આજે એક દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. ૭૫ વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ અઠવાડિયાની સારવાર બાદ ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવતા કોવિડ-૧૯ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં કુલ ૧૦ એક્ટિવ કેસો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement