શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતના આ ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનો કહેરઃ આજે નવા 25 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ, જાણો વિગત
સુરતના ગ્રામીણ વિસ્તારમાં પોઝિટિવ કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે પણ અત્યાર સુધી 25 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસો છે. ત્યારે હવે સુરતના ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં પોઝિટિવ કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે પણ અત્યાર સુધી 25 પોઝિટિવ કેસ નોંધાયા છે.
તાલુકા પ્રમાણે જોઇએ તો કામરેજમાં 4 , બારડોલીમાં 1, પલસાણામાં 10 , માંગરોળમાં 2 ,ઓલપાડમાં 5 અને ચોર્યાશીમાં 3 કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્યમાં કુલ 445 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 18 દર્દીઓનાં મોત થયા છે અને 410 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 29578 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1754 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 21506 દર્દી સાજા થયા છે.
ગઈ કાલે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 225, સુરત કોર્પોરેશનમાં 152, વડોદરા કોર્પોરેશનમાં 44, સુરતમાં 12, જામનગર કોર્પોરેશન -11, નર્મદા -11, ગાંધીનગર-10, રાજકોટ કોર્પોરેશન -9, ભરૂચ-9, વલસાડ-9, આણંદ-7, પંચમહાલ-6, ખેડા-6, ગાંધીનગર કોર્પોરેશન- 5, રાજકોટ-5, કચ્છ-5, નવસારી-5, ભાવનગર કોર્પોરેશન -4, જૂનાગઢ કોર્પોરેશન -4, મહેસાણા-4, ગીર સોમનાથ-4, જામનગર-3, અમરેલી -3, અરવલ્લી-2, સાબરકાંઠા-2, પાટણ-2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, બોટાદ અને દાહોદ-1 અનો મોરબીમાં એક એક કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement