શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં આજથી ફરી ધમધમતી થશે હીરા બજાર, કયા કયા નિયમોનં કરવું પડશે પાલન? જાણો વિગત
ચુસ્ત નિયમો સાથે હીરા બજાર ચાલુ થશે. આ ગાઈડલાઇન પ્રમાણે જાહેર માર્ગ પર વાહનો પર બેસી હીરા દલાલી કરી શકાશે નહીં.
સુરતઃ આજે 10મી તારીખથી સુરતમાં ફરીથી હીરા બજાર ધમધમતી થશે. હીરા બજાર માટે સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચુસ્ત નિયમો સાથે હીરા બજાર ચાલુ થશે. આ ગાઈડલાઇન પ્રમાણે જાહેર માર્ગ પર વાહનો પર બેસી હીરા દલાલી કરી શકાશે નહીં. હીરાની ઓફિસમાં 4 કે તેથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવાયો છે.
હીરા બજારની તમામ ઓફિસો બપોરે 2 થી 6 વાગ્યા સુધી જ ખોલી શકાશે. કર્મચારીનું આઈકાર્ડ ઈશ્યુ કરવા સૂચના આપવામાં આવી છે. બીમાર કે પછી 10 વર્ષથી નાના અને 60 વર્ષથી મોટા કો-મોર્બીડ વ્યક્તિને નોકરી પર આવવા પર પ્રતિબંધ લગાવાયો છે. તમામ લોકોએ ડ્રિલ કરી કોરોના જાગૃતિ માટે શપથ લેવડાવવી પડશે.
ગાઈડલાઈનમાં કડક નિયમો જણાવાયા છે. વ્યવસાય બાબતે કેવી રીતે કામગીરી કરવી તેના નિયમો જણાવાયા છે. વ્યવસાય પધ્ધતિ બાબતે ગાઈડલાઈન જણાવાઇ છે. આરોગ્ય સેતુ એપ ફરજીઆત ડાઉનલોડ કરવાની રહેશે. વારંવાર હેન્ડવોસ અને સેનેટાઇઝરનો દરેક કર્મચારીઓએ ઉપયોગ કરવાનો રહેશે. કોઇપણ સંજોગોમાં સમુહમાં ભોજન કરી શકાશે નહીં. માર્કેટ શરુ અને બંધ થાય ત્યારે રાષ્ટ્રગાન કરવું ફરજીયાત કરાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion