શોધખોળ કરો
Advertisement
કોરોના મહામારીમાં ઇંજેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, જાણો કોની સંડોવણી આવી બહાર?
અમદાવાદ સિવિલના કર્મચારી ઘનશ્યામ વ્યાસની સંડોવણીનો પર્દાફાશ થયો છે.
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં કેટલાક કાળા બજારીયાઓ કોરોનાની દવાના નામે કાળો કારોબાર કરતા હોવાનો પર્દાફાશ થયો છે. કોરોનાના દર્દીનો જીવ બચાવવા જરૂરી ઈંજેક્શનની કાળાબજારીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. ટોસીલીઝુમેબ ઈંજેક્શનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના કર્મચારી ઘનશ્યામ વ્યાસની સંડોવણીનો પર્દાફાશ થયો છે. જોકે, સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઘનશ્યામ વ્યાસ નામની કોઈ વ્યક્તિ અહીં કામ ન કરતી હોવાનો દાવો કરાયો છે.
એકના એક પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી 40 હજારનું ઈંજેક્શન 57થી 90 હજારમાં વેંચાયુ છે. સુરતની ફાર્મા કંપનીના મહિલા માલિકથી દલાલોની મારફતે સિવિલ સુધીના આ નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતના સાર્થક ફાર્માના મહિલા માલિકથી લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારી ઘનશ્યામ વ્યાસના ખાતામાં ઈંજેક્શનના રૂપિયા જમા થયા. તો સાર્થક ફાર્માના માલિક ઉમા કેજરીવાલ પ્રિસ્ક્રિપ્શન વગર જ દવાનું વેચાણ કરતા હતા.
છુટક દવાનું વેચાણ કરવાની મંજૂરી ન હોવા છતા મુળ કિંમત કરતા વધુ 57 હજાર રૂપિયા વધુ લઈને ઈંજેક્શન વેચવામાં આવતું હતું ઉમા કેજરીવાલની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો કે આ દવાની ખરીદી તેમણે સુરતના અડાજણ વિસ્તારમાં શાંતિ મેડિસિન્સના માલિક મિતુલ શાહ પાસેથી કરી હતી. આ માટે એકના 50 હજાર રૂપિયા બીલ વગર ચુકવવામાં આવ્યા હતા.
મિતુલ શાહે ઈંજેક્શનની ખરીદી અમદાવાદના અમિત મંછારામાની પાસેથી કરી હતી અને તેના નંગ દીઠ 45 હજાર રૂપિયા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઘનશ્યામ વ્યાસના ખાતામાં જમા થતા હતા. અમિત મંછારામાની અમદાવાદની અસારવાની કે.બી.વી ફાર્મા એજંસીના જવાબદાર વ્યક્તિ છે અને અમિતે એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ કરીને ખરીદી કરી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement