શોધખોળ કરો

સુરતમાં ડબલ મર્ડરથી અરેરાટી: સાળીના પ્રેમમાં પાગલ બનેલા બનેવીએ ખેલ્યો ખુની ખેલ, બે લોકોની કરી કરપીણ હત્યા

Crime News: સુરતના ઉધના વિસ્તારમાં  ડબલ મર્ડરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સાળીના પ્રેમમાં અંધ બનેલા એક બનેવીએ સાળી અને સાળા બંનેની ઘાતકી હત્યા કરી નાખી છે.

Crime News: સુરતના ઉધના વિસ્તારમાં  ડબલ મર્ડરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સાળીના પ્રેમમાં અંધ બનેલા એક બનેવીએ સાળી અને સાળા બંનેની ઘાતકી હત્યા કરી નાખી છે. પોલીસે આ ડબલ મર્ડરના આરોપી બનેવી સંદીપ ગૌરની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

પ્રેમ સંબંધ અને હત્યાનું કારણ
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, હત્યારો સંદીપ અને મૃતક સાળી મમતા સાથે વર્ષ 2021થી પ્રેમ સંબંધમાં હતો. બંને એક ખાનગી ફેશન ડિઝાઇનિંગ ફર્મમાં સાથે કામ કરતા હતા, અને મમતા લાંબા સમય સુધી સંદીપના ઉધના સ્થિત ઘરે જ રહેતી હતી. જોકે, આ પ્રેમ સંબંધની જાણ સંદીપની પત્ની અને તેના પરિવારને થતાં તેમના સંબંધો પર પૂર્ણ વિરામ મૂકાયો હતો. પરિવાર દ્વારા મમતાને પરત ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ બોલાવી લેવામાં આવી હતી.

લગ્નની જીદ અને કરુણ અંજામ
ગત 4 ઓક્ટોબરના રોજ મમતા તેના ભાઈ નિશ્ચય અને માતા શકુંતલા સાથે લગ્નની ખરીદી માટે સુરત પરત આવી હતી. આ સમય દરમિયાન, આરોપી સંદીપે મમતા સાથે લગ્ન કરવાની ભારે જીદ પકડી હતી, એટલું જ નહીં, તેણે તેની પત્નીને જ તેની બહેન સાથે લગ્ન કરવા માટે મનાવી લેવા જણાવ્યું હતું.

જોકે, પરિવાર સમક્ષ આ વાત મૂકવામાં આવતા મમતાએ સંદીપ સાથે લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. મમતાના ઇનકારથી ગુસ્સે ભરાયેલા અને હવસની આગમાં અંધ બનેલા સંદીપે પહેલેથી જ હત્યાના ઇરાદે ઘરમાં છુપાવી રાખેલા ઘાતક હથિયાર વડે મમતા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

મમતાને બચાવવા માટે તેનો ભાઈ નિશ્ચય વચ્ચે પડ્યો, પરંતુ આરોપી સંદીપ તેના પર ઘાતક હથિયાર લઈને તૂટી પડ્યો. ત્યાર બાદ તેણે મમતા અને વચ્ચે પડેલા સાસુ શકુંતલા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. ત્રણેયને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મમતા અને નિશ્ચયનું કરુણ મૃત્યુ થયું હતું.

સંદીપ ગૌરને સંતાનમાં ત્રણ બાળકો હોવા છતાં, અનૈતિક સંબંધો અને લગ્નની જીદે તેને ડબલ મર્ડરનો આરોપી બનાવી દીધો છે. ઉધના પોલીસે આરોપી સંદીપ ગૌરની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.             

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget