Valsad : પરણીતાને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પતિને પડી ગઈ ખબર ને પછી તો......
ગત 24મી નવેમ્બેરે કપરાડાના ચાવશાળા ગામે ખેતરમાંથી શંકર ચૌધરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પત્નીને વાપીના યુવાન સાથે આડાસંબંધ હોય અને જેમાં આડખીલી બની રહેલા પતિને પ્રેમીએ મોતને ઘાટ ઉતાર્યો હતો.
વલસાડઃ કપરાડામાં ખેતરમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવવાના કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. યુવકની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા બીજા કોઈ નહીં, પરંતુ પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી છે. મૃતક શંકર ચૌધરીના હત્યારાને પોલીસે ઝડપી લીધા છે. પ્રેમી અને પત્નીએ માથામાં હથોડા મારી પતિ શંકરની હત્યા કરવામાં આવી હતી. વલસાડ પોલીસે ગણતરીના સમયમાં પત્ની સંગીતા અને પ્રેમી અસફાક ઉર્ફે શાહીલની ધરપકડ કરી લીધી છે.
ગત 24મી નવેમ્બેરે કપરાડાના ચાવશાળા ગામે ખેતરમાંથી શંકર ચૌધરીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પત્નીને વાપીના યુવાન સાથે આડાસંબંધ હોય અને જેમાં આડખીલી બની રહેલા પતિને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી તેની લાશ ખેતરમાં ફેંકી દઇ ફરાર થઇ ગયો હતો. આરોપી હત્યા પછી વતન યુપી ભાગી છૂટ્યો હતો, જેને પોલીસે ત્યાંથી દબોચી લીધો છે.
પોલીસ શંકર કાશીરામ ચૌધરીની હત્યા કેસમાં તપાસ કરતાં પત્ની સંગીતાના આડાસંબંધની વાત બહાર આવી હતી. સંગીતાને વાપી ભડકમોરાના રહીશ અસ્ફાક ઉર્ફ સાહિલ શાહ સાથે આડા સંબંધો હતા. પત્નીએ પ્રેમસંબંધમાં આડખીલી બનતા પતિની હત્યાનું કાવતરું પ્રેમી સાથે મળીને ઘડ્યું હતું. જે પ્રમાણે રાત્રે પતિ સૂઇ ગયા બાદ આરોપી અસ્ફાક ઉર્ફે સાહિલે હથોડાના ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ પછી પ્રેમિકાની મદદથી તેની લાશને સગેવગે કરવા થોડે દૂર આવેલા એક ખેતરમાં મૂકી આવ્યા હતા.
સુરતઃ ચોક બજાર વિસ્તારની 15 વર્ષીય કિશોરીને લગ્નની લાલચ આપી યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધતા પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ફરિયાદને આધારે આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે. યુવકે સગીરાનું અપહરણ કરી ચાલુ લક્ઝરી બસમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આરોપી સલમાને કિશોરીને અપહરણ કરી નવસારી, મુંબઈ, અમદાવાદ અને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. ચોક બજાર પોલીસે નરાધમ આરોપી સલમાનની દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી છે. કિશોરીનું પ્રેમીએ અપહરણ કરીને મધ્યપ્રદેશ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, 15 વર્ષીય સગીરાને 2 મહિના પહેલા આરોપી સલમાનખાન પઠાણ(20 વર્ષ) (રહે,ચોકબજાર) પ્રેમમાં ફસાવી તેનું અપહરણ કરીને નાસી ગયો હતો. આ અંગે ખબર પડતાં પરિવારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં તપાસ હાથ ધરી ભીંડથી સલમાન ખાનની ધરપકડ કરીને સગીરાનો કબજો લીધો હતો. તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે દુષ્કર્મની પણ ફરિયાદ નોંધી હતી.