શોધખોળ કરો
ગુજરાતની કઈ પાલિકાના ચીફ ઓફિસરને થયો કોરોના? જાણો વિગત
વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફાયર ઇન્ચાર્જને કોરોના પોઝિટિવ આવતા ચીફ ઓફિસર હોમ ક્વોરેન્ટાઇન હતા.

વલસાડઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે દક્ષિણ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફાયર ઇન્ચાર્જને કોરોના પોઝિટિવ આવતા ચીફ ઓફિસર હોમ ક્વોરેન્ટાઇન હતા. આ પછી તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવતાં ચીફ ઓફિસરને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. વલસાડમાં ગઈ કાલે સાંજ સુધીાં 219 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 353 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 5 લોકોના મોત થયા છે.
વધુ વાંચો





















