શોધખોળ કરો

Surat: સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારી, ધૂળ ખાઇ રહ્યા છે વેન્ટિલેટર

સુરતઃ સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો હતો.

સુરતઃ સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો હતો. પીએમ કેરમાંથી મળેલા વેન્ટિલેટર વ્યવસ્થાના અભાવે ધૂળ ખાઇ રહ્યા છે.  સફાઈનો અભાવ અને પ્લાસ્ટિકના કવર ન ચડાવાતા વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા હોવાનો ખુલાસો થયો છે.

કોરોના કાળ સમયે હજારો દર્દીઓના જીવ બચાવવા કેન્દ્ર સરકારે કરોડોના ખર્ચે 100થી વધુ વેન્ટિલેટરની ફાળવણી કરી હતી. પરંતુ હવે આ વેન્ટિલેટર સફાઈના અભાવે ભંગારની જેમ મૂકી દેવાયા હતા. વેન્ટિલેટર સંવેદનશીલ હોવાથી ઉપયોગ વિના મૂકી રાખવાથી ઝડપથી ખરાબ પણ થઈ જાય છે.  તો આ વેન્ટિલેટર જ્યારે પણ ઉપયોગમાં લેવાય ત્યારે દર્દીઓના જીવને જોખમ છે સાથે જ શોર્ટ સર્કિટની પણ સંભાવના છે. ત્યારે વેન્ટિલેટર જેવા મહત્વના ઉપકરણો મુદ્દે બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી જરૂરી હોવાના સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

સુરત સિવિલ હોસ્પિટલના સિવિલ અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે વેન્ટિલેટર જાળવણી માટે એક રૂમમાં મુકવામાં આવ્યા છે. અમે સાવધાની રાખીએ જ છીએ.

Surat: સુરત APMCના ચેરમેન તરીકે સંદિપ દેસાઇની પસંદગી, હર્ષદ પટેલ બન્યા વાઇસ ચેરમેન

સુરત એપીએમસીના નવા ચેરમેન તરીકે સંદિપ દેસાઇની નિયુક્તિ કરવામાં આવી છે. સુરત એપીએમસીના નવા વાઇસ ચેરમેન તરીકે હર્ષદ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. સંદિપ દેસાઇ સુરત ચોર્યાસી બેઠકના ધારાસભ્ય પણ છે. સંદિપ દેસાઇ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક અને સુમુલ ડેરીના ડિરેક્ટર પણ છે. સુરત એપીએમસીના નિયામક મંડળમાં તમામ જ્ઞાતિ-જાતિનું પ્રતિનિધિત્વ છે.  

સંદિપ દેસાઇ સુરત ગ્રામીણ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય છે. તેઓ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે. સુરત APMC 2400 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. આ સાથે સુરત એપીએમસીમાં રમણભાઈ જાનીનાં 35 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રભારી ભરત પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર.પાટીલે આપેલો પેનલનો મેન્ડેટ સંભળાવ્યો હતો.

Weather Forecast: હિમવર્ષા-કરા અને વરસાદ.... દિલ્હી-NCR સહિત દેશભરમાં ક્યાં કેવું હવામાન, જાણો નવું અપડેટ

Weather Update: દિલ્હી સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં ગુરુવાર (4 મે)થી હળવા ઝાકળ અને ધુમ્મસની શરૂઆત થઈ છે. દેશના મેદાની વિસ્તારોમાં વરસાદની સાથે કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. આ સિવાય પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ સાથે જ એપ્રિલની શરૂઆતથી જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
PLFS Report 2024:  શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
PLFS Report 2024: શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Embed widget