શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

Surat: સુરતનું આ દંપત્તિ બેંકનું 100 કરોડનું ફુલેકું ફેરવી અમેરિકા ફરાર, ફરિયાદીએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

સુરત: રાજ્યમાં વધુ એક કૌભાંડીએ કરોડોનું ફેલેકુ ફેરવ્યું હોવાની માહિતી સામે આવી છે. કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપત્તિ અમેરિકા ભાગી ગયાના આરોપ લગાવવામાં આવાયો છે.

સુરત: રાજ્યમાં વધુ એક કૌભાંડીએ કરોડોનું ફેલેકુ ફેરવ્યું હોવાની માહિતી સામે આવી છે. કરોડોનું ફુલેકું ફેરવી શાહ દંપત્તિ અમેરિકા ભાગી ગયાના આરોપ લગાવવામાં આવાયો છે. હાઇ- ટેક સ્વીટ વોટરના ડિરેકટર વિજય શાહ અને પત્ની કવિતા શાહ ઉઠમણું કરી ફરાર થઇ ગયા છે ત્યારે રૂપિયા આપનાર ફરિયાદીએ ન્યાયની માંગ કરી છે. આરોપનો સામનો કરી રહેલા ૧૦૦ કરોડ રૂપિયાની લોન લઈ ફરાર થયા છે ત્યારે વિજય શાહ સામે મલ્ટીપલ FIR થયેલી છે અને ગાંધીનગર સીબીઆઇએ તપાસ શરૂ કરી છે. 

આ અંગે વિગતે વાત કરીએ તો, સુરતના ફરિયાદી હિરેન ભાવસારે આરોપ લગાવ્યો છે કે તેમના  2 કરોડ રૂપિયા ચાઉં કરી વિજય શાહ ફરાર થઇ ગયા છે. આ બાબતે સુરતની સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રા પ્રા. લિ.ના હિરેન ભાવસારે ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. કશ્યપ ઇન્ફ્રા પ્રા.લિં.ના 2 કરોડ રૂપિયા હજુ હાઇ- ટેક સ્વીટ વોટર ચૂકવ્યા નથી. આ ઉપરાંત બેન્કના કરોડો રૂપિયાનો ચૂનો ચોપડીને દેશ છોડીને વિદેશ ભાગી ગયા છે શાહ દંપતી.

સુરત શહેરના અન્ય બિઝનેસમેનની સાથે છેતરપિંડી કરી તેમના રૂપિયા પચાવી વિજય શાહ અને પત્ની કવિતા શાહ ભારતે દેશ છોડીને અમેરિકા ભાગી ગયા હતા. તેઓ ભાગી જતાં પહેલા કંપનીના કર્મચારીને ડિરેકટર બનાવીને સતિષ અગ્રવાલને ડિરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.જેથી તેના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી થાય. સુરતની સોલાર કંપની કશ્યપ ઇન્ફ્રા પ્રા. લિ.ના હિરેન ભાવસારે કહ્યું કે હાઇ-ટેક સ્વીટ વોટરને વર્ષ 2018માં 2 કરોડ રૂપિયાનો સામાન આપ્યો હતો, તે વખતે વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતિષ અગ્રવાલ ડિરેકટર હતા. 

કંપનીએ હજુ પણ રકમ ચૂકવી નથી. વારંવારની માંગણી છતા તેઓ ગલ્લાતલ્લાં કરતા રહે છે. વિજય શાહના ફ્રોડના અનેક પુરાવા સામે આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ બાબતે તેઓએ 2023 માં ગાંધીનગર સીબીઆઇએમાં ફરિયાદ દાખલ કરી ત્યાર પછી આ ફરિયાદને વધુ તપાસ અર્થે સુરત આર્થિક ગુના શાખા ક્રાઈમ બ્રાન્ચમાં મોકલવામાં આવી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેને પગલે આગામી સમયમાં કૌભાંડનો પર્દાફાશ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. 

હિરેન ભાવસારે આ કારસ્તાન વિશે PMO ને પણ પત્ર લખ્યો છે. આ લોકો ઉપર મલ્ટીપલ FIR થઇ ચુકી છે જેમાં રાજસ્થાનના અજમેર અને જયપુર શહેર માં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપિંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુધ FIR દાખલ થઈ છે. સાથે ઓક્ટોબર 2017 માં સુરતમાં એક જ ફ્લેટ બે વ્યક્તિઓને વેચનારના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. જેમા પણ વિજય શાહની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો. 

હિરેન ભાવસારે કહ્યુ કે, માહિતી આપવાનો આશય એટલો જ છે કે, લોકોને વિજય શાહના કારસ્તાન વિશે જાણકારી મળે અને બીજા ફસાતા બચી શકે. શાહ દંપતી અને અગ્રવાલ પરિવાર દ્વારા જે પ્રકારની પ્રવૃત્તિ ઉપજાવવામાં આવી છે જેના કારણે બેંકમાં રહેલા લોકોના પૈસા પણ જોખમમાં મુકાઈ ગયા છે. અમે અમારા ન્યાય માટે લડત આપતા રહીશું. સુરત શહેરમાં આ પ્રથમ એવી ઘટના છે જે સીબીઆઇ ગાંધીનગરથી સુરતના આર્થિક ગુના શાખા, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ મોકલવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget