સુરતમાં પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, લગ્ન બાદ ખુદ યુવતીએ જ સળગાવી દીધું પતિનું ઘર
સુરતમાં પ્રેમ લગ્નના કરૂણ અંજામનો એક કિસ્સો આવ્યો છે. અહીં પ્રેમ લગ્ન બાદ વિવાદ થતા પત્નીએ જ ખુદ તેના પિયરના સભ્યો સાથે મળીને પિતાનું ઘર ફર્નિચર સાથે સળગાવી દીધું.
surat news: સુરતમાં પ્રેમ લગ્નના કરૂણ અંજામનો એક કિસ્સો આવ્યો છે. અહીં પ્રેમ લગ્ન બાદ વિવાદ થતા પત્નીએ જ ખુદ તેના પિયરના સભ્યો સાથે મળીને પિતાનું ઘર ફર્નિચર સાથે સળગાવી દીધું.
સુરતમાં લગ્ન બાદ વિવાદ અને બદલાનો વિચિત્ર પણ ખૂબ જ દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. અહીં યુવતીએ ડિંડોલીના કાપડના વેપારી સાથે પ્રેમસંબંધ બંધાતા લગ્ન કર્યો હતા જો કે બાદ વિવાદ સર્જાતા અને ક્લેશના કારણે યુવતીએ પિયરમાં ફરિયાદ કરી અને બાદ પિયર પક્ષે જમાઇનું ઘર ફર્નિચર સાથે સળગાવી દીધું. જો કે યુવતીના પરિજનોએ આરોપ છે કે, યુવકે પ્રેમ લગ્ન કર્યાં બાદ દહેજની માંગણી કરતાં સુરતમાં પોશ વિસ્તારમાં ફ્લેટ સાથે 45 લાખ રોકડની માંગણી કરી હતી. હાલ પોલીસે પીડિત પતિની ફરિયાદ બાદ તેમના સાસુ –સસરા અને પત્ની સામે કાર્યવાહી હાથ ધરી છે.
કિશોરીને ભગાડી ગયો હતો યુવક, 1 વર્ષ સુધી ન કર્યાં લગ્ન, કર્યુ શારીરિક શોષણ
વડોદરાના વાઘોડિયામાં 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. યુવક કિશોરીને લગ્નની લાચચ આપીને તેમની સાથે નાસી ગયો હતો. બાદ પરિવારે અપહરણની ફરિયાદ કરી હતી.
સમગ્ર ઘટના એક વર્ષ પહેલાની છે. એક વર્ષ પહેલા યુવક 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો પરંતુ લગ્ન ન હતા કર્યા અને લગ્નની લાલચ આપને શારિરીક શોષણ કરતો હોવાનો આરોપ પરિજનોએ લગાવ્યો છે. અપહરણની ફરિયાદ બાદ આખરે એક વર્ષ પછી યુવક અને કિશોરીને કચ્છના માનકુવા પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. વાઘોડિયા પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.
સુરતમાં સામુહિક આપઘાત કેસમાં પરિવારના તમામ સભ્યોના મોત, ઘરના મોભીએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો
સુરત શહેરમાં સરથાણા સામુહિક આપઘાત મામલે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારમાં વધુ એક મોત નિપજ્યું છે. ઘરના મોભી વિનુ મોરડીયાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આમ આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારના ચારેય સભ્યોનું સમયાંતરે મોત થતા ચકચાર મચી જવા પામી છે. તમને જણાવી દઈએ કે, સવારે માતા, પુત્ર અને પુત્રીનું મોત નીપજ્યું હતું. જયારે બપોર બાદ પિતા વિનુ મોરડીયાનું પણ મોત નિરજ્યું. ચાર લોકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. આર્થિક તંગીથી કંટાળી આ પરિવારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા વિડીયો પણ બનાવ્યો હતો.
ગોમતી ઘાટમાં બે યુવકો તણાયા
ગોમતી ઘાટ પર બે યુવાનો તણાયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે એક યુવક ન્હાવા પડ્યો હતો. જે બાદ તે ડૂબતા લાગ્યો હતો. આ યુવકને બચાવવા અન્ય એક યુવક પાણીમાં પડ્યો હતો. જે બાદ બચાવવા પડેલો યુવક પણ ડૂબવા લાગ્યો હતો. રેસ્ક્યુ ટીમ હાજર ન હોવાને કારણે એક યુવક લાપતા થયો હતો જ્યારે મહા મુસીબતે એકનો બચાવ કરવામાં આવ્યો હતો. બચાવા પડેલા અશરફ નામના યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે જ્યારે પહેલા ન્હાવા પડેલા મોશીન નામના યુવકને બચાવી લેવામાં આવ્યો છે. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. નોંધનીય છે કે હાલમાં હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેને કારણે તંત્રએ લોકોને દરિયા કાંઠે ન જોવા સૂચના પણ આપી છે.