શોધખોળ કરો
Advertisement
સુરતઃ 32 વર્ષના ડ્રાઈવરે 15 વર્ષની વિદ્યાર્થીની સાથે વાનમાં બાંધ્યા શારીરિક સંબંધ, બીજે લઈ જઈ માણ્યું શરીર સુખ, પત્નિને થઈ ગઇ આ વાતની જાણ ને....
આ સંબંધોની જાણ વાન ચાલકની પત્નીને થઈ જતાં તેની પત્ની અને બહેને સગીરાને ઉઠાવી જઈને ડ્રાઈવરને નહીં મળવા ધમકી આપી હતી. તેમણે સગીરાને માર મારી છોડી દીધી હતી.
સુરતઃ સુરતના પુણા વિસ્તારમાં રહેતી ધોરણ 10માં ભણતી 15 વર્ષીય છોકરી સાથે તેને સ્કૂલે લેવા-મૂકવા જતા 32 વર્ષીય વેન ચાલકે વાનમાં જ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ વાન ચાલકે એ પછી સગીરાને અલગ અલગ સ્થળે લઈ જઈને ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આ સંબંધોની જાણ વાન ચાલકની પત્નીને થઈ જતાં તેની પત્ની અને બહેને સગીરાને ઉઠાવી જઈને ડ્રાઈવરને નહીં મળવા ધમકી આપી હતી. તેમણે સગીરાને માર મારી છોડી દીધી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાનની ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય બહેનને સ્કૂલ વાનની વર્દી મારતો જગદીશ મહેશભાઈ અગ્રવાલ ( ઉ.વ. 32, રહે.ફ્લેટ નં.205, સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ, ભૈયાનગર, પુણા ગામ, સુરત. મૂળ રહે. ઘર નં.5, અગ્રવાલ સદન, પોલીસ કોલોની પાસે, જલમહલ, જયપુર, રાજસ્થાન ) 2018થી સ્કૂલે લેવા-મૂકવા આવતો હતો. આ દરમિયાન જગદીશે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી વાનમાં જ શરીર સુખ માણ્યું હતું. એ પછી સગીરાને ત્રણ વખત જુદી જુદી જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો.
આ અંગેની જાણ જગદીશની પત્ની રવિના ( ઉ.વ.22 ) ને થતાં તે જગદીશ અને તેની બહેન મમતા ( ઉ.વ.27 ) સાથે જગદીશની ઇકો કારમાં સગીરાના ઘર પાસે આવ્યા. તેમણે સગીરાને નીચે બોલાવી કારમાં અપહરણ કર્યું હતું અને રસ્તામાં માર મારી ધમકી આપી હતી કે, બીજી વાર જગદીશ જોડે મોબાઈલ પર વાત કરી તો તારા ટાંટીયા તોડી તને જાનથી મારી નાખીશ. બાદમાં તેઓ સગીરાને રસ્તા પર છોડી ભાગી ગયા હતા
આ અંગે તરુણીએ તેના ભાઈને જાણ કરતા તેણે ગત મોડીરાત્રે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પુણા પોલીસે ગણતરીના કલાકોમાં જ જગદીશ, તેની પત્ની રવિના અને બહેન મમતાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, જગદીશ સામે ચાર વર્ષ અગાઉ પણ આ પ્રકારનો જ ગુનો પુણા પોલીસ મથકમાં નોંધાયો હતો. વધુ તપાસ પીઆઈ વી.યુ.ગડરીયા કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion