(Source: ECI/ABP News/ABP Majha)
Taiwan Earthquake: ભૂકંપથી હચમચી ગઇ હોસ્પિટલ, નર્સે જીવના જોખમે બચાવ્યું નવજાત શિશુ, જુઓ વીડિયો
Viral Video ;આ વીડિયો હૉસ્પિટલની અંદરનો છે, જ્યારે આવ્યો આખું હોસ્પિટલ ડોલવા લાગ્યું હતું આ સમયે નર્સે જીવના જોખમે બાળકને બચાવ્યું
Taiwan Earthquake Viral Video:: તાજેતરમાં જ ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓ નોંધાઈ છે. ગયા બુધવારે તાઇવાનમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ. સુનામીએ પણ જાપાનના બે ટાપુઓને ટક્કર આપી હતી. ભૂકંપ બાદ લોકો દોડતા જોવા મળ્યા હતા અને ઘણા લોકો જીવ બચાવતા જોવા મળ્યા હતા. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં, આ વીડિયો હોસ્પિટલની અંદરનો છે, જ્યાં ભૂકંપ આવ્યા બાદ ત્યાં કામ કરતી નર્સ ઝડપથી તે રૂમમાં આવે છે જ્યાં નવજાત બાળકોને રાખવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે રૂમમાં પહેલાથી જ ત્રણ નર્સ હાજર હતી અને બાળકોનો જીવ બચાવી રહી હતી. ભૂકંપ આવતા જ બીજી નર્સ ઝડપથી દોડી આવી અને બાળકોને બચાવવામાં મદદ કરવા લાગી. હાલ આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયો X પર @IamNishantSh નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે કેપ્શન લખ્યું, "ભૂકંપ દરમિયાન બાળકોની રક્ષા કરતી તાઈવાનની નર્સો. આ આજે ઈન્ટરનેટ પર જોયેલા સૌથી સુંદર વીડિયોમાંથી એક છે. આ બહાદુર મહિલાઓને સલામ."
Taiwanese nurses protecting babies during earthquake.
This is one of the most beautiful video I have seen today on internet. Hats off to these brave ladies. #Taiwan #Tsunami #TaiwanEarthquake #earthquake pic.twitter.com/DwJadI1iMq— Nishant Sharma (@IamNishantSh) April 4, 2024
આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ જોયો છે
31 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. એક યુઝરે લખ્યું, "અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો." અન્ય એક યુઝરે લખ્યું કે, "દુનિયામાં હજુ પણ કેટલાક એવા લોકો છે જે બીજાની ચિંતા કરે છે." અન્ય એક યુઝરે લખ્યું કે, મને આશા છે કે તે બધા સુરક્ષિત હશે.