શોધખોળ કરો

ઉત્તરાખંડમાં ભયંકર ભૂસ્ખલન,ધારચુલામાં લેન્ડસ્લાઇડ નેશનલ હાઇવે, બંને બાજુ ડઝનેક વાહનો ફસાયા

ઉત્તરાખંડના પિથોરાગઢના ધારચુલામાં ભૂસ્ખલનની ભયંકર ઘટના બની છે. જ્યાં નેશનલ હાઇવે પર કાટમાળ પડતાં બંને બાજુ અનેક વાહનો ફસાયા છે જો કે સદભાગ્યે જાનહાનિના કોઇ અહેવાલ નથી.

 Landslide in Dharchula: નેશનલ હાઈવે બંધ થવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પરથી કાટમાળ હટાવવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે.

ઉત્તરાખંડના પિથોરાગઢના ધારચુલામાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. જેના કારણે નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઇવે બંધ થવાને કારણે બે અને એક ડઝન વાહનો અટવાયા છે. હાઈવે પરથી કાટમાળ હટાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ ભૂસ્ખલન ધારચુલા તવાઘાટ નેશનલ હાઈવે પર થયું છે અને પહાડીની તિરાડને કારણે નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. સદ્નસીબે પહાડમાં તિરાડ પડી રહી હતી તે સમયે ત્યાંથી કોઈ વાહન પસાર થતું ન હતું જેથી હાલ કોઇ જાનહાનિના સમાચાર નથી.

પિથોરાગઢ જિલ્લાના ધારચુલા-તવાઘાટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શનિવારે સવારે 9 વાગ્યે એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. ધારચુલા-તવાઘાટ NH પર પહાડ તૂટી પડવાને કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે બંને તરફ ડઝનબંધ વાહનો અટવાઈ પડ્યા છે. 

એસડીએમ મનજીત સિંહ અને પોલીસ ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.જિલ્લા મેજિસ્ટ્રેટ વિનોદ ગોસ્વામીએ જણાવ્યું કે ધારચુલા એસડીએમ અને બીડીઓ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બીઆરઓ રસ્તો ખોલવામાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડનું રત્ન કહેવાતું નીતલ હાલમાં ભૂસ્ખલનની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સતત ભૂસ્ખલનને કારણે તેનું અસ્તિત્વ જોખમમાં છે. બાલીનાલા, ચાઇના પીક, ટિફિન ટોપ, રાજભવન માર્ગ, થંડી સડક, કૈલાખાન અને વસ્તીવાળા ચારટન લાજ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. આ સંકટને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ લેન્ડસ્લાઈડ મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (ULMMC) દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.

ઉત્તરાખંડ લેન્ડસ્લાઈડ મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના નિષ્ણાતો આગામી છ મહિના સુધી નૈનીતાલમાં વિવિધ ભૂસ્ખલન સ્થળોનો વિગતવાર અભ્યાસ કરશે. આ સર્વેમાં શહેરના ભૂસ્તરશાસ્ત્રીય અને ભૌગોલિક પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. કેન્દ્રના નિયામક ડૉ. શાંતનુ સરકારે જણાવ્યું હતું કે આ સર્વે ટોપોગ્રાફિક અને જીઓટેકનિકલ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવશે. જેમાં શહેરના સપાટ અને ઢોળાવવાળા વિસ્તારો તેમજ રસ્તાઓ અને બિલ્ડીંગોનો ડેટા એકત્ર કરવામાં આવશે. આ ડેટાના આધારે, કોન્ટૂર મેપિંગ કરવામાં આવશે, જે શહેરના જિયોમોર્ફિક સ્વરૂપને સમજવામાં મદદ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Embed widget