PM Selfie Booths: ભારતની તિજોરીમાં એટલું ધન નથી કે, રાજા નરેન્દ્ર મોદીજીની બધી ખ્વાહિશ પૂર્ણ થાય: ઓવૈસી
PM Selfie Booths: કોંગ્રેસ બાદ હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર દ્વારા રેલવે સ્ટેશનો પર લગાવેલા સેલ્ફી બૂથ પર સવાલ ઉઠાવ્યા છે.

PM Selfie Booths:PM Selfie Booths: કોંગ્રેસ બાદ હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર દ્વારા રેલવે સ્ટેશનો પર લગાવેલા સેલ્ફી બૂથ પર સવાલ ઉઠાવ્યા છે.
ભારતીય રેલ્વેના જુદા જુદા ઝોન હેઠળના રેલ્વે સ્ટેશનો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી બૂથ લગાવવામાં આવ્યા છે. રેલ્વે સ્ટેશનો પર મોદી સરકાર દ્વારા લગાવવામાં આવેલા આ સેલ્ફી બૂથને લઈને પણ રાજકીય ટીપ્પણી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદ હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ આવા નિર્ણય સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.
અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે (27 ડિસેમ્બર) તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પીએમ મોદીના 'સેલ્ફી પોઈન્ટ'નો ફોટો શેર કર્યો હતો. ઓવૈસીએ કહ્યું, "મોદી સરકાર ઘણા રેલવે સ્ટેશનો પર આવા 'સેલ્ફી બૂથ' સ્થાપિત કરી રહી છે. પૂતળાની કિંમત ₹1.25 લાખથી ₹6.25 લાખ સુધીની છે. ભારત સરકારની તિજોરીમાં એટલું ધન નથી કે, રાજા નરેન્દ્રભાઈની તમામ ઈચ્છાઓ પૂરી થઇ શકે, પરંતુ સેલ્ફીના આગળ ગરીબ દેશ શું ચીજ છે.દેશની સમગ્ર સંપત્તિ મોદીજી માટે રેવડી છે. એન્જોય.
મલ્લિકાર્જુન ખડગેએ ઉઠાવ્યા સવાલ
मोदी सरकार ऐसे “सेल्फ़ी बूथ”कई रेल स्टेशनों पर लगवा रही है। एक पुतले की क़ीमत ₹1.25 लाख से ₹6.25 लाख तक है। भारत सरकार की तिजोरियों में इतना धन नहीं की जिससे राजा जी नरेंद्र भाई के सारे ख़्वाहिशात पूरे हो सकें।लेकिन सेल्फ़ी के आगे देश का ग़रीब क्या चीज़ है? देश की सारी संपत्ति… pic.twitter.com/6OX67RAsrd
— Asaduddin Owaisi (@asadowaisi) December 27, 2023
આ સેલ્ફી બૂથ પર રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ મંગળવારે (26 ડિસેમ્બર) કહ્યું હતું કે, રેલવે સ્ટેશનો પર વડાપ્રધાન મોદીની તસવીરોવાળા 'સેલ્ફી બૂથ' લગાવવા એ કરદાતાઓના પૈસાનો 'બગાડ' છે. આરટીઆઈના જવાબમાં મધ્ય રેલવે હેઠળના સ્ટેશનોની યાદી આપવામાં આવી છે જ્યાં અસ્થાયી અને કાયમી સેલ્ફી બૂથ સ્થાપિત કરવામાં આવ્યા છે.
આરટીઆઈના જવાબ મુજબ, કેટેગરી A સ્ટેશનો માટે કામચલાઉ 'સેલ્ફી બૂથ'નો ઇન્સ્ટોલેશન ખર્ચ રૂ. 1.25 લાખ છે, જ્યારે કેટેગરી સી સ્ટેશનો માટે કાયમી 'સેલ્ફી બૂથ'નો ઇન્સ્ટોલેશન ખર્ચ રૂ. 6.25 લાખ છે.