(Source: ECI/ABP News/ABP Majha)
PM Kisan Yojana: કિસાન યોજનાનો આ ખેડૂતોને નહિ મળે લાભ, રકમ મેળવવા માટે લાભાર્થીએ કરાવું પડશે આ કામ
PM Kisan Yojana 15th Installment:પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 15મો હપ્તો મળે તે પહેલા જ લાભાર્થીઓની સંખ્યા ઘટી શકે છે. જાણીએ ક્યાં ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Yojana 15th Installment: પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દર વર્ષે મોટી સંખ્યામાં ખેડૂતોને નાણાં આપવામાં આવે છે. યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 14 હપ્તા લાભાર્થી ખેડૂતોની યાદીમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ આ હપ્તો જાહેર થાય તે પહેલા જ અનેક લાભાર્થી ખેડૂતોને વિવિધ કારણોસર યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
14મો હપ્તો જાહેર થયા બાદ હવે ખેડૂતો 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતોને તેનો લાભ નહીં મળે તેવું માનવામાં આવે છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, જમીનના રેકોર્ડની ચકાસણી દરમિયાન, ઘણા ખેડૂતોના નામ લાભાર્થીની યાદીમાંથી ડિલિટ કરવામાં દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આ વખતે લાભાર્થીઓની સંખ્યા ઓછી હોઈ શકે છે. જે ખેડૂતો EKYC કરાવતા નથી તેઓ પણ સૂચિમાંથી બહાર થઈ શકે છે.
આ કારણોસર પણ પૈસા અટકી શકે છે
જો તમે પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર છો, તો પણ તમને તમારા પૈસા મળવાનું બંધ થઈ શકે છે. તમારે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમે જે અરજી ફોર્મ ભર્યું છે તેમાં કોઈ ભૂલ નથી. જો લિંગ, નામ, સરનામું અને એકાઉન્ટ નંબરમાં કોઈ ભૂલ હોય તો યોજનાના હપ્તા બંધ થઈ શકે છે.
તમે હજુ પણ ઈ-કેવાયસી કરાવી શકો છો
જો તમે PM કિસાન યોજના હેઠળ લાભાર્થી છો અને હજુ સુધી e-KYC કર્યું નથી, તો પણ તમે 15મા હપ્તાથી વંચિત રહી શકો છો. આવી સ્થિતિમાં તમારે આ કામ તાત્કાલિક કરવું જોઈએ. આ માટે તમારે PM કિસાન યોજનાની વેબસાઈટ પર જવું પડશે અથવા તમે CSC સેન્ટર પર જઈને પણ કરાવી શકો છો. જો આમ કરવામાં ન આવે તો તમે યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી શકો છો.
યોજનામાં કેટલી રકમ ઉપલબ્ધ છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે. તે ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાતો માટે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. પ્રત્યેક હપ્તો ચાર મહિનાના અંતરાલથી બહાર પાડવામાં આવે છે.
આ પણ વાંચો
Surat: કાપોદ્રામાં 20 વર્ષીય રત્નકલાકારનું હાર્ટએટેકથી નિધન, 3 મહિના પહેલા જ થયા હતા લગ્ન
Stock Market Closing: શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 173 પોઈન્ટનો ઉછાળો
Asian Games 2023: શૂટિંગમાં ભારતનો દબદબો યથાવત, ઈશા સિંહે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો
જલ્દી કરો... નહીં તો તક જતી રહેશે! SBIની Wecare FD સ્કીમનો લાભ આ દિવસ સુધી જ મળશે