Mimi Chakraborty Resigned: લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો, આ સાંસદે ધરી દીધુ રાજીનામું
Mimi Chakraborty Resigned: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીએ સંસદના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમના મતવિસ્તારમાં સ્થાનિક પાર્ટી નેતૃત્વ પર તેમની નારાજગી વ્યક્ત કરી છે.
![Mimi Chakraborty Resigned: લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો, આ સાંસદે ધરી દીધુ રાજીનામું TMC MP Mimi Chakraborty resigns from the post of MP Mimi Chakraborty Resigned: લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીને લાગ્યો મોટો ઝટકો, આ સાંસદે ધરી દીધુ રાજીનામું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/15/2f59bf233de71a58004d8e947d306d1f1708000242640397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mimi Chakraborty Resigned: તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીએ સંસદના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમના મતવિસ્તારમાં સ્થાનિક પાર્ટી નેતૃત્વ પર તેમની નારાજગી વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તેમણે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તીએ જાદવપુર બેઠક પરથી જીત મેળવી હતી.
Mimi Chakraborty says, "Politics is not for me. You have to promote someone here (in politics) if you are helping someone...Besides being a politician, I also work as an actor. I have equal responsibilities. If you join politics, you are criticised whether you work or not. I… https://t.co/cU9371kPYy pic.twitter.com/OlM0BZv1zx
— ANI (@ANI) February 15, 2024
રાજકારણની આંટીઘૂટીને નથી સમજતી:મિમી ચક્રવર્તી
મિમી ચક્રવર્તીએ કહ્યું, મેં જાદવપુર માટે સપનું જોયું હતું, પરંતુ મેં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો, જ્યારે કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિમાંથી આવે છે ત્યારે તેને એવું કહીને બદનામ કરવું ખૂબ જ સરળ છે કે તે કામ કરતા નથી. તેણે કહ્યું, હું રાજનીતિની આંટીઘૂટી નથી સમજી. જ્યારે હું લોકો સુધી પહોંચી ત્યારે મને લાગ્યું કે ઘણા લોકોને તે ગમ્યું નહીં હોય અથવા કદાચ તેમાંથી કેટલાકને ગમ્યું હશે. તેણીએ કહ્યું, "રાજકારણ મારા માટે નથી. જો તમે કોઈની મદદ કરી રહ્યા હોવ તો તમારે રાજકારણમાં કોઈને પ્રમોટ કરવું પડશે. રાજકારણી હોવા ઉપરાંત, હું અભિનેત્રી તરીકે પણ કામ કરું છું. જો તમે રાજકારણ સાથે સંકળાયેલા હોવ તો તમારી આલોચના કરવામાં આવે છે જ્યારે તમે કામ કરો કે ન કરો.
2022માં પણ રાજીનામું આપ્યું હતું
મિમી ચક્રવર્તીએ કહ્યું, મેં મારા મુદ્દાઓને લઈને સીએમ મમતા બેનર્જી સાથે વાત કરી છે. મેં વર્ષ 2022માં પણ સંસદ સભ્ય પદ પરથી રાજીનામું તેમને સોંપ્યું હતું, પરંતુ તે સમયે તેમણે તેને ફગાવી દીધું હતું. મમતા બેનર્જી જે પણ કહેશે તેમ હું આગળનો નિર્ણય કરીશ. તમને જણાવી દઈએ કે, મિમી ચક્રવર્તી બંગાળી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મિમી ચક્રવર્તીનો જન્મ 11 ફેબ્રુઆરી 1989ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)