શોધખોળ કરો

ભીષણ રોડ દુર્ઘટના: ટ્રક અને ઓટો રિક્ષાનો ભંયકર અકસ્માત, 7 મહિલાના ઘટનાસ્થળે જ મોત

ભીષણ રોડ દુર્ઘટના: કર્ણાટકના બિદરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત મહિલાઓના મોત થયા છે અને 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત્રે ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી.

કર્ણાટકના બિદરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 મહિલાઓના મોત થયા છે અને 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત્રે ટ્રક અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ આ કરૂણ અકસ્માત સર્જાયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલાઓ કર્ણાટકના બિદરના એક ગામમાંથી મોડી રાત્રે ઓટો રિક્ષામાં ઘર તરફ જઈ રહી હતી. આ  મહિલાઓ વ્યવસાયે  શ્રમિક  હોવાનું કહેવાય છે, જે આખો દિવસ કામ કરીને ગામ પરત ફરી રહી હતી. આ ઘટના બિદરના બેમલાખેડા સરકારી શાળા પાસે બની હતી.

સ્થાનિક પોલીસનું કહેવું છે કે, મોડી રાત્રે મહિલાઓ ઓટો રિક્ષામાં પોતાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે બેમાલાખેડા સરકારી શાળા પાસે બેકાબૂ ટ્રકે ઓટો-રિક્ષા સાથે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટો રિક્ષાના ફુરચા ઉડી ગયા હતા. સાત મહિલાઓના મોત થયા છે. તેમની ઓળખ પાર્વતી (40), પ્રભાવતી (36), ગુંડમ્મા (60), યદમ્મા (40), જગમ્મા (34), ઈશ્વરમ્મા (55) અને રુક્મિણી બાઈ (60) તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યું કે, બંને વાહનોના ડ્રાઈવર સહિત 11 લોકો ઘાયલ થયા છે. જેમાં બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

First Voter Death:દેશના પહેલા વોટર શ્યામ શરણ નેગીનું નિધન, હિમાચલ ચૂંટણી માટે ત્રણ દિવસ પહેલા કર્યું હતું મતદાન

First Voter Death:સ્વતંત્ર ભારતના દેશના પ્રથમ મતદાર માસ્ટર શ્યામ શરણ નેગીનું નિધન થયું છે. માસ્ટર નેગીએ ગુરુવારે રાત્રે હિમાચલ પ્રદેશના કલ્પામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

સ્વતંત્ર ભારતના દેશના પ્રથમ મતદાર માસ્ટર શ્યામ શરણ ન નેગીનું નિધન થયું છે. માસ્ટર નેગીએ ગુરુવારે રાત્રે હિમાચલ પ્રદેશના કલ્પામાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. આ માહિતી કિન્નરના ડીસી આબિદ હુસૈને આપી હતી.

શ્યામ શરણ નેગી 106 વર્ષના હતા અને તેમણે દેશમાં પહેલીવાર યોજાયેલી ચૂંટણીમાં સૌથી પહેલા મતદાન કર્યું હતું. માસ્ટર નેગીએ 2022ની વિધાનસભા ચૂંટણી માટે 2 નવેમ્બરે જ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. તેમણે તેમના જીવનની બીજી તારીખે 34મી વખત મતદાન કર્યું હતું.

આ માહિતી બાદ રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે શોક વ્યક્ત કર્યો હતો. ટ્વીટ કરવાની સાથે તેણે લખ્યું, “સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર અને કિન્નોરના શ્યામ સરન નેગી જીના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. પોતાની ફરજ બજાવતા તેમણે 2જી નવેમ્બરે જ 34મી વખત વિધાનસભા ચૂંટણી માટે પોતાનો પોસ્ટલ વોટ આપ્યો, આ સ્મૃતિ હંમેશા ભાવુક કરતી રહેશે.ॐ શાંતિ! ભગવાન તેમના પુણ્યશાળી આત્માને તેમના શ્રી ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સહન શક્તિ આપે.

કેવી રીતે બન્યા ફર્સ્ટ વોટર

માહિતી અનુસાર, ભારતની પ્રથમ ચૂંટણી ફેબ્રુઆરી 1952 માં યોજાઈ હતી, પરંતુ હિમાચલના દૂરના, આદિવાસી વિસ્તારોમાં ખરાબ હવામાન અને શિયાળાના કારણે મતદાન કરવું અશક્ય હતું. આવી સ્થિતિમાં 23 ઓક્ટોબર 1951ના રોજ મે માસમાં જ ત્યાં  મતદાન કરવાનું હતું. ત્યારે શ્યામ શરણ નેગી શાળામાં શિક્ષક હતા અને ચૂંટણી ફરજ પર હતા. આવી સ્થિતિમાં તેઓ પહેલા કેન્દ્ર પર પહોંચ્યા અને મતદાન કર્યું હતુ ત્યારથી તેને દેશના પ્રથમ વોટરનું સન્માન મળ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget