શોધખોળ કરો

પાદરા: ભાણીનું મામેરૂ ભરીને પરત ફરતાં કુટુંબનો અકસ્માત થતાં 12 લોકોનાં મોત, મૃતકોની યાદી

મહુવડ અને રણુ રોડ ઉપર સામેથી રેતી ભરેલ ડમ્પરનાં ચાલક બેફામ ગતિએ હંકારી આઈસરને ધડાકાભેર અથડાઈ હતી. આઈસરમાં બેઠેલી 6 મહિલાઓનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં જ્યારે 6 લોકોને હોસ્પિટલ ખસેડતા સમયે મોત નીપજ્યા

વડોદરા: પાદરા તાલુકાના રણુ ગામેથી સાવલી તાલુકાના ગોઠડા ગામે ભાણીનાં લગ્નમાં મોસાળામાં આઈસર લઈને ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન સાંજે મહુવડ અને રણુ રોડ ઉપર સામેથી રેતી ભરેલ ડમ્પરનાં ચાલક બેફામ ગતિએ હંકારી આઈસરને ધડાકાભેર અથડાઈ હતી. જેમાં આઈસરમાં બેઠેલી 6 મહિલાઓનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં જ્યારે 6 લોકોને હોસ્પિટલ ખસેડતા સમયે મોત નીપજ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં જ સમમગ્ર જિલ્લામાં માતમ છવાઈ ગયો હતો. શનિવારે પાદરાના રણુ ગામે રહેતાં અબ્બાસભાઈ હિંમતભાઇ ચૌહાનની ભાણીનાં લગ્ન સાવલીનાં ગોઠડા ગામે યોજાયા હતા. જ્યાં રણુ ગામેથી મહિલાઓ અને પુરુષો આઈસરમાં બેસી સવારે ગોઠડા ગામે ગયા હતાં. જ્યાં મોસાળુ પતાવીને સાંજે રણુ ગામે આઈસરમાં પરત ફરીતાં હતાં તે દરમિયાન મહુવડથી રણુ વચ્ચે પસાર થઈ રહ્યાં હતા. ત્યારે સામેથી આવી રહેલા એક ડમ્પર ચાલકે બેફામ ગતિએ ચલાવી રહ્યો હતો જોકે અચાનક જ ડમ્પરનાં ચાલકે કાબૂ ગુમાવી દેતાં આઈસરને ધડાકાભેર અથાડતાં આઈસરનું એક બાજુનું પડખું ચિરાઈ ગયું હતું. આઈસર ટેમ્પોમાં સવાર 6 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય 6 લોકોને હોસ્પિટલ સારવાર લઈ જવા રહ્યા હતાં તે દરમિયાન મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતમાં 20 ઈજાગ્રસ્તોને 108માં પાદરા અને વડુ હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. મૃત્યુ પામનાર પૈકી 10 મહિલાઓ છે. આ ઘટના અંગે જાણ થતાં જ આસપાસના લોકો ઉમટી પડ્યાં હતાં અને રોડ ઉપર તથા હોસ્પિટલમાં લોકો પહોંચી ગયા હતા. પોલીસે સ્થળ ઊપર પહોંચીને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ડમ્પર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મૃતકોના નામ 1. મોહસિનભાઇ રમઝાનખાન પઠાણ (35) (રહે. ફતેગંજ વડોદરા) 2. રૂકશાનાબહેન મોસિનભાઇ રમઝાનખાન પઠાણ (35) (રહે. ફતેગંજ વડોદરા) 3. જૈયેદાબહેન સબ્બીરભાઇ એહમદ મલેક (48) (રહે. રણુ તા. પાદરા) 4. સુભાનબહેન સજાદભાઇ ઇસ્માઇલભાઇ સીંઘા (32) (રહે. રણુ. તા. પાદરા) 5. માહેનુરબહેન ફીરોઝભાઇ અલ્લારખાભાઇ ચૌહાણ (8) (ભોજ તા. પાદરા) 6. નસરીનબહેન ફીરોઝભાઇ અલ્લારખાભાઇ ચૌહાણ (32) (ભોજ. તા.પાદરા) 7. સલીમ રઝાક શેખ (55) (રહે. સુરત) 8. અફસાના ઇકબાલ ચૌહાણ (17) (રહે. રણુ તા. પાદરા) 9. સુફીય અમરસંગ સીંધા (16) (રહે. રણુ તા. પાદરા) 10. સમીન હનીફ ચૌહાણ (35) (રહે. રણ તા. પાદરા) 11. મહેક ફીરોઝ ચૌહાણ (4) (રહે. ભોજ તા. પાદરા) 12. સહેનાઝ હીતેશ સોલંકી (35) (રહે. રણુ તા. પાદરા)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Embed widget