શોધખોળ કરો
Advertisement
દાહોદઃ 19 વર્ષીય યુવકની હત્યા કરીને લાશ સળગાવી હત્યારા ફરાર, કોણે અને કેમ કરી યુવકની હત્યા?
મૃતદેહ દાહોદના નાના ડબગરવાડના યુવકની હોવાનું બહાર આવ્યું છે. નાના ડબગરવાડના 19 વર્ષીય જગદીશ દેવડાની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ છે.
દાહોદઃ અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર નાની સારશી ગામે યુવકની અગમ્ય કારણો સર હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે હાઇવે પર આવેલ એલ.પી.જી. પંપની સામે રસ્તાના ડિવાઈડર વચ્ચેથી યુવકની લાશ મળી આવી છે. યુવકની હત્યા કરી લાશ સળગાવવાનો હત્યારાઓએ પ્રયાસ કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, મૃતદેહ દાહોદના નાના ડબગરવાડના યુવકની હોવાનું બહાર આવ્યું છે. નાના ડબગરવાડના 19 વર્ષીય જગદીશ દેવડાની હત્યા કરી લાશ ફેંકી દેવાઈ છે. જગદીશ રાત્રે ઘરે ના આવતા અને મોબાઈલ સ્વીચ ઓફ બતાવતા પરિજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવા જતા ઘટનાની જાણ થઈ હતી. લાશની ઓળખ થતા પરિજનોના પગ તળેટીથી જમીન સરકી ગઈ હતી. હત્યા કોણે અને કેમ કરી તેના પાછળનું રહસ્ય અકબંદ છે.
ગઈ કાલે લાશ મળી આવતાં દાહોદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement