Vadodra: ઘરના વાડામાં પતરાને બાંધેલા તારને અડી જતા ભાઈ-બહેનને કરંટ લાગ્યો, 2 વર્ષના ભાઈનું મોત
વડોદરા શહેરમાં એક ગમગની ઘટના બની છે. વડોદરામાં પાદરાના મુજપુરના આઠમનાપુરા વિસ્તારમાં ઘરના પાછળના ભાગે રમતા ભાઈ-બહેનને કરંટ લાગ્યો હતો.
વડોદરા: વડોદરા શહેરમાં એક ગમગની ઘટના બની છે. વડોદરામાં પાદરાના મુજપુરના આઠમનાપુરા વિસ્તારમાં ઘરના પાછળના ભાગે રમતા ભાઈ-બહેનને કરંટ લાગ્યો હતો. કરંટ લગાવાની ઘટનામાં 2 વર્ષીય ભાઈનું મોત થયું છે. જ્યારે બેનનો આબાદ બચાવ થયો છે. બે વર્ષના બાળકનું મોત થયું છે, બાળકીનો આબાદ બચાવ થયો છે. બાળકીને કરંટ લગતા હાથના ભાગે ઇજા પહોંચી છે.
ઘરના વાડામાં રમતા બાળકે પતરાને બાંધેલા તારને અડકતા કરંટ લાગ્યો હતો. જેને બચાવવા માટે બેન ગઈ હતી. મૃતક બાળકને પાદરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાળક ઘરમાં રમી રહ્યો હતો તે દરમિયાન રમતા-રમતા ઘરના પાછળના ભાગે પતરા પર નાખેલા વીજ તારને અડી જતા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધાએ ભત્રીજાને દીકરો સમજી ઘરમાં આશરો આપ્યો, સંપત્તિ માટે કરી નાખી હત્યા
વડોદરા શહેરમાં પરિવારને લાંછન લગાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે વૃદ્ધાએ પોતાના બાળકો સમજી પરિવારના ભત્રીજાને દીકરો સમજી ઘરમાં આશરો આપ્યો તેણે જ ઘરની સંપત્તિ પચાવી પાડવા વૃદ્ધ મહિલાની હત્યા કરી નાખી હતી.
નવરાત્રિની ધમાલમાં અને ગરબાની રમઝટના અવાજમાં રાત્રે 11:30 વાગે વડોદરાના તરસાલી વિસ્તારની અમીન ખડકીના 9 નંબરના મકાનમાં હત્યાનો ખેલ ખેલાયો હતો. આસપાસના વિસ્તારમાં ગરબા ચાલતા હોવાને કારણે મહિલાની ચીખ પણ પડોશીઓ સાંભળી શક્યા નહીં. 65 વર્ષીય સુલોચના બહેનના પરિજન અમેરિકામાં રહે છે અને તેઓ અહીં એકલા જ રહે છે. તેમને બાળકો નથી પણ તેમણે ભત્રીજા નયન અને હેમંતને ઘરમાં આશરો આપી રાખ્યા હતા.
જોકે ભત્રીજા નયનની દાનત બગડી હતી અને ઘરની સંપત્તિ પચાવી પાડવા ગઈકાલે રાત્રે વૃદ્ધ મહિલાના પેટમાં ચાકુના ઘા મારતા તેઓ ત્યાંજ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. જોકે આશ્ચર્યની વાત એ છે કે હત્યા બાદ નયને જ પોલીસને ફોન કરી જાણકારી આપી હતી કે અમે ગરબા રમવા ગયા હતા. ઘરે પરત આવ્યા બાદ સુલોચનાબેનની કોઈએ ચાકુના ઘા મારી હત્યા કરી છે. જો કે તે બાદ નયન પટેલ અને હેમંત પટેલ બંને ફરાર થઈ ગયા હતા. પહેલા પોર પહોંચ્યા ત્યાંથી કરજણ ભાગ્યા હતા. કરજણથી ફરી વડોદરા છાણી આવ્યા અને ત્યાંથી પાવાગઢ બાજુ ભાગી ગયા હતા. જો કે પોલીસે મોબાઈલના લોકેશનના આધારે બંને આરોપીઓને પાવાગઢથી ઝડપી પાડ્યા હતાં.