શોધખોળ કરો

વડોદરાઃ નર્સ યુવતીને અન્ય યુવક સાથે સંબંધો હોવાની શંકાથી શિક્ષક પતિએ કરી હત્યા, જાણો વિગત

ગોત્રી હૉસ્પિટલમાં કોવિડની ડ્યૂટી કરી રહેલાં શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ જવા નિકળ્યાં પછી આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ-2 સોસાયટીનાં દરવાજા પાસેથી 8.30 કલાકે PPE કીટ પહેરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો

વડોદરાઃ વડોદરામાં ગોત્રી હોસ્પિટલની નર્સ શિલ્પા પટેલની હત્યામાં પોલીસે તેના પતિની ઝરપકડ કરી છે. પતિને શિલ્પાના અન્ય યુવક સાથે શારીરિક સંબધો હોવાની શંકા હોવાથી તેની હત્યા કરી નાંખી હતી. શિલ્પાનો પતિ સ્કૂલમાં શિક્ષક છે. વડોદરાનાં ન્યૂ વીઆઈપી રોડ પર રહેતાં શિલ્પા પટેલ મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. હાલ ગોત્રી હૉસ્પિટલમાં કોવિડની ડ્યૂટી કરી રહેલાં શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ જવા નિકળ્યાં પછી આજવારોડ ખાતે આવેલા વૈકુંઠ-2 સોસાયટીનાં દરવાજા પાસેથી 8.30 કલાકે PPE કીટ પહેરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહ જોઈને 8.30 વાગ્યાની આસપાસ કોઇએ પોલીસને જાણ કરી હતી કે, વૈકુંઠ-૨ સોસાયટીના પાછળના દરવાજા પાસે એક મહિલાની લાશ પડી છે. પોલીસે આવીને તપાસ કરતા જાણ થઇ કે, આ લાશ નર્સ શિલ્પા પટેલની હોવાનું બહાર આવ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શિલ્પાના એક્ટિવાને કોઇ વાહનની ટક્કરથી નુકસાન થયું નહોતું કે શિલ્પાના શરીર પર પણ અકસ્માતથી થાય તેવા ઇજાના નિશાન નહોતા. તેમના તેના ચહેરા ઉપર ફટકા મારવામાં આવ્યા હોય તેવા નિશાન હોવાથી આ બનાવ હત્યાનો હોવાનું જણાઇ રહ્યુ હતું,. પોલીસે તપાસ કરતાં અન્ય પુરૂષ સાથે આડા સંબંધની શંકાએ પતિએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. શિલ્પાના પતિ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. શિલ્પા પટેલ બે બાળકોની માતા છે

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget