કોંગ્રેસ આયોજીત જનવેદના સભામાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા
બનાસકાંઠા: વાવમાં થોડીવારમાં કોંગ્રેસ આયોજિત જનવેદના સભા યોજાશે. વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં જનવેદના સભાનો પ્રારંભ થશે. રાજકીય કિન્નખોરી સામે આ જનવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
Janvedana sabha: વાવમાં થોડીવારમાં કોંગ્રેસ આયોજિત જનવેદના સભા યોજાશે. વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં જનવેદના સભાનો પ્રારંભ થશે. રાજકીય કિન્નખોરી સામે આ જનવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર સમાજની જેમ અન્ય સમાજોના લોકો ઉપર તેમજ ગેનીબેનની જનતા રેડ વખતે યુવાનો ઉપર થયેલા કેસો પાછા ખેંચવાની સભામાં માાગ કરવામાં આવશે. વાવના લોકનિકેતન ખાતે આ જનવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના કોંગી ધારાસભ્યો સહીત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આ સભામાં જોડાશે. આ અવસરે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આ સભામાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા છે.
વડોદરામાં નવલખી મેદાન ખાતે હિન્દૂ દેવતાઓની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા હિન્દૂ સંગઠનોમાં રોષ
Vadodara : વડોદરા નવલખી મેદાન ખાતે હિન્દૂ દેવતાઓની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતા હિન્દૂ સંગઠનોમાં રોષ ફેલાયો છે. નવલખી મેદાન ખાતે અવાવરુ જગ્યાએ ભાથીજી મહારાજ અને હનુમાનજીની મૂર્તિ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી છે. હિન્દૂ સંગઠનો અને રાજકીય પક્ષોનો આક્ષેપ છે કે આ મૂર્તિઓ ઓલ્ડ પાદરા રોડ પર તોડી પડાયેલા મંદિરની છે જે તંત્રએ તોડી પાડ્યું હતું. હિન્દૂ સંગઠનના સભ્યોએ તંત્ર આવ્યું નહીં સુધી ધરણા કરી વિરોધ કર્યો. રાત્રીમાં આ જગ્યાએ ભય હોવા છતાં પણ તેઓ ત્યાં જ સૂઈ ગયા હતા અને હજી પણ દેખાવો યથાવત છે.
ઓલ્ડ પાદરા રોડ પર ગત શનિવારે જે મંદિર તોડવામાં આવ્યા હતા તેની મૂર્તિઓ આજે નવલખી કુત્રિમ તળાવ પાછળ કચરાની જેમ નાખી દેવામાં આવી હતી તેવા આક્ષેપ સાથે હિન્દૂ સંગઠનના નીરજ જૈન, ટિમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ, આપના નેતા, અને કોંગ્રેસના નેતા નવલખી મેદાન ખાતે જ્યાં પ્રતિમાઓ ફેંકી દેવાઈ હતી ત્યાં રાત્રે જ બેસી વિરોધમાં જોડાયા હતા.
નવલખી મેદાન ખાતે એક તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર હતા તો ગ્રાઉન્ડને પેલે પાર વિરોધ થઈ રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સામાજિક આગેવાનો સાથે હિન્દૂ આગેવાનો પહોંચી હનુમાનજી, ગણેશજીની મૂર્તિને કચરામાંથી કાઢી તેમને સ્થળ પર જ ગોઠવી ફુલહાર કરી જયશ્રી રામના જયઘોષ તેમજ ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવ્યાં હતા. તેમજ જ્યાં સુધી ચૂંટાયેલી પાંખ કે વહીવટી પાંખ ના આવે ત્યાં સુધી સ્થળ પરજ બેસી રામધૂન કરવાનું એલાન કર્યું હતું. કૉંગ્રેસ મહામંત્રી અમિત ઘોટીકરે આરોપ લગાવતા કહ્યું કે સત્તાધીશો સત્તાના નશામાં ચૂર થઈ ભગવાનનો માત્ર મત લેવા માટે ઉપયોગ કરી લે છે અને ત્યાર બાદ તેને તરછોડી દે છે, આ યોગ્ય ના કહેવાય.