શોધખોળ કરો

વડોદરામાં FB પર યુવતી સાથે કોંગ્રેસના નેતાએ મિત્રતા કરી, તેનો પતિ નહોતો ત્યારે યુવતીના ઘરે ગયો અને.....

મહિલા અને તેની માતાએ નિકુંજનો ફોન બ્લોક કરતાં તેણે મહિલાના પતિનો નંબર શોધી કાઢી તેને પણ ધાકધમકી આપતાં આખરે મહિલાએ પોલીસ કમિશનરને જાણ કરી હતી.

વડોદરાઃ ફેસબૂક પર એક અજાણ્યા યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી એક ગૃહિણીએ પોતાની જાતે જ મોટી આફત વહોરી લેતાં આખરે ફેસબૂક ફ્રેન્ડના બ્લેકમેઇલિંગથી કંટાળીને પોલીસની મદદ લેવાનો વખત આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારેલીબાગમાં રહેતી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે 6 માસ પહેલાં તેને ફેસબુક પર નડીયાદના અને ખેડા જીલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી નિકુંજ ભરત સોનીનો સંપર્ક થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી.બંને ફેસબુક અને વોટસઅપ પર ચેટીંગ કરતા હતા. નિકુંજે પોતાની ઓળખાણમાં બેંકમાં નોકરી કરતો હોવાનું અને નાણાં ધીરધાર કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ નિકુંજ મહિલાના ઘેર પણ ઘણી વાર આવ્યો હતો અને તેનો વિશ્વાસ કેળવ્યો હતો. જો કે ત્યાર બાદ તેમે પોત પ્રકાશ્યું હતું અને  મહિલાને બ્લેકમેઇલ કરી ધમકી આપવાનું શરુ કર્યું હતું. વડોદરામાં FB પર યુવતી સાથે કોંગ્રેસના નેતાએ મિત્રતા કરી, તેનો પતિ નહોતો ત્યારે યુવતીના ઘરે ગયો અને..... ગભરાયેલી મહિલા નિકુંજને તાબે થઇ ગઇ હતી અને તેણે માર્ચ મહિનામાં પાવર ઓફ એટર્ની પણ આપ્યા હતા.ત્યારબાદ મે મહિનામાં મહિલાના પિતા ગુજરી જતાં નિકુંજ મહિલાની માતાને ત્યાં પણ આવ્યો હતો અને મહિલાને તેના પુત્રની હત્યાની ધમકી આપી રૃપિયા માંગતા મહિલાની માતાએ રૃા.૧૨લાખ અને ૧૦ તોલાના દાગીના આપ્યા હતા. ત્યારપછી પણ તેણે મહિલા પાસે દાગીના પડાવ્યા હતા. મહિલા અને તેની માતાએ નિકુંજનો ફોન બ્લોક કરતાં તેણે મહિલાના પતિનો નંબર શોધી કાઢી તેને પણ ધાકધમકી આપતાં આખરે મહિલાએ પોલીસ કમિશનરને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ કરીને નિકુંજ ભરત સોની (રહે,અનેરી હાઇટસ, જુના ડુંગરાળ રોડ, નડીયાદ)ને ઝડપી લઇ આઇ 10 કાર, 2 મોબાઇલ, પાવર ઓફ એટર્ની અને ચેક, શેર સર્ટીફિકેટસ સહિતના દસ્તાવેજો મળી 5.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વડોદરામાં FB પર યુવતી સાથે કોંગ્રેસના નેતાએ મિત્રતા કરી, તેનો પતિ નહોતો ત્યારે યુવતીના ઘરે ગયો અને..... ડીસીપી(ક્રાઇમ) જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નિકુંજ સોની કોઇ કામ ધંધો કરતો નથી પણ તેની લાઇફ સ્ટાઇલ જોતાં તેણે આ જ મોડસ ઓપરેન્ડીથી વધુ મહિલાઓને પણ બ્લેકમેઇલ કરી હોવાની પોલીસને શંકા છે. આ મહિલાએ હિંમત દાખવી પોલીસ સમક્ષ આવતાં નિકુંજ સોનીને પકડી લેવાયો છે. નિકુંજની વધુ પુછતાછ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી, મોટાભાગના જિલ્લામાં સ્કૂલોમાં જાહેર કરાઇ રજા
Gujarat Rain: રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી, મોટાભાગના જિલ્લામાં સ્કૂલોમાં જાહેર કરાઇ રજા
Rain forecast: મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે, આજે આ છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Rain forecast: મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે, આજે આ છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Jay Shah ICC Chairman: જય શાહ બન્યા ICCના નવા ચેરમેન, એક ડિસેમ્બરથી સંભાળશે જવાબદારી
Jay Shah ICC Chairman: જય શાહ બન્યા ICCના નવા ચેરમેન, એક ડિસેમ્બરથી સંભાળશે જવાબદારી
Jobs 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં બહાર પડી ભરતી, 95000 રૂપિયા મળશે પગાર
Jobs 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં બહાર પડી ભરતી, 95000 રૂપિયા મળશે પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Forecast | હજુ પણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આવતીકાલે 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટJamnagar Rain Update | જામનગરમાં જળપ્રલય, મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા, NDRF, ફાયર બ્રિગેડ એક્શનમાંHun To Bolish | હું તો બોલીશ | પ્રલયPatan Rain Update | હારીજ થી બેચરાજી જતા બાયપાસ હાઇવે પર ભરાયા પાણી, જુઓ VIDEO

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી, મોટાભાગના જિલ્લામાં સ્કૂલોમાં જાહેર કરાઇ રજા
Gujarat Rain: રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી, મોટાભાગના જિલ્લામાં સ્કૂલોમાં જાહેર કરાઇ રજા
Rain forecast: મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે, આજે આ છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Rain forecast: મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે, આજે આ છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Jay Shah ICC Chairman: જય શાહ બન્યા ICCના નવા ચેરમેન, એક ડિસેમ્બરથી સંભાળશે જવાબદારી
Jay Shah ICC Chairman: જય શાહ બન્યા ICCના નવા ચેરમેન, એક ડિસેમ્બરથી સંભાળશે જવાબદારી
Jobs 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં બહાર પડી ભરતી, 95000 રૂપિયા મળશે પગાર
Jobs 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં બહાર પડી ભરતી, 95000 રૂપિયા મળશે પગાર
Youtube Premium પ્લાન્સની કિંમતમાં થયો વધારો, જાણો નવા રેટનું લિસ્ટ
Youtube Premium પ્લાન્સની કિંમતમાં થયો વધારો, જાણો નવા રેટનું લિસ્ટ
Gujarat Rain: આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદના ધોળકામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, પૂરમાં ફસાયેલા 39 લોકોનું કર્યું રેસ્ક્યૂ
અમદાવાદના ધોળકામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, પૂરમાં ફસાયેલા 39 લોકોનું કર્યું રેસ્ક્યૂ
Tulsi Water: સવારે ખાલી પેટે તુલસીનું પાણી પીવાના છે જબરદસ્ત ફાયદા, દૂર રહેશે અનેક બીમારીઓ
Tulsi Water: સવારે ખાલી પેટે તુલસીનું પાણી પીવાના છે જબરદસ્ત ફાયદા, દૂર રહેશે અનેક બીમારીઓ
Embed widget