Vadodara: વડોદરામાં કોયલીમાં IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, આગ લાગતા મચી અફડાતફડી
IOCL Refinery Blast News: વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના ઘટી હતી
IOCL Refinery Blast News: વડોદરાની કોયલીમાં IOCL રિફાઇનરીમાં એક મોટો બ્લાસ્ટ થયો થયો છે. આ બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, પળવારમાં જ ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, અને આજુબાજુના રહીશોને રહેણાંક વિસ્તારોમાંથી દુર થવુ પડ્યુ હતુ. IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ થયાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલમાં પોલીસ આખા વિસ્તારને કૉર્ડન કરીને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, આજે બપોરના સમયે વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના ઘટી હતી, ઓઈલના એક સ્ટોરેજ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દરમિયાન પ્રચંડ અવાજથી ગભરાઈને અનેક લોકો બહાર દોડી આવ્યા હતા. હાલ બે એમ્બ્યૂલન્સ IOCL કંપની ખાતે પહોંચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હાલ ઘટના સ્થળે રિફાઇનરીના ફાયર ફાઈટર આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, નંદેસરી અને અન્ય ફાયર બ્રિગેડને જરૂર પડે તો તૈયાર રહેવા કહેવાયું હોવાનું જાણવા મળ્યું છે.
#WATCH | Vadodara, Gujarat: Workers evacuate amid rising smoke after a blast occurred at IOCL refinery in Koyali. More details awaited. pic.twitter.com/O1aNAoz5u4
— ANI (@ANI) November 11, 2024
સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઘટના સ્થળે પહોંચીને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે આવનારા સમયમાં ફરી આવી ઘટના ન બને તે માટે રિફાઇનરી અને ફાયરના અધિકારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવશે અને તેના માટે ચોક્કસ પગલા લેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યુ કે, મને મળતી જાણકારી પ્રમાણે રિફાઇનરીમાં લાગેલી આગ હાલમાં કંટ્રોલમાં આવી ગઈ છે.”
આ પણ વાંચો