ભાજપમાં બળવો કરીને તાલુકા પંચાયત પ્રમુખ બનેલા નેતાએ 18 દિવસમાં જ આપ્યું રાજીનામું, જાણો વિગત
પ્રમુખ રાજેશ રાઠવાએ DDOને અને ઉપપ્રમુખ નકુડીબેન રાઠવાએ TDOને રાજીનામું આપી દીધું છે. પ્રમુખ - ઉપપ્રમુખ સહિત 10 સભ્યોએ ભાજપ સામે બળવો કરી કોંગ્રેસના સહકારથી સત્તા મેળવી હતી. છોટાઉદેપુર તા.પં માં 26 પૈકી 20 બેઠક ઉપર ભાજપની જીત થઈ હતી. પ્રમુખની ચૂંટણીમાં રાજેશ રાઠવા ગેરહાજર હોવા છતાં કોંગ્રેસના 6 સભ્યોએ ટેકો કરતા રાજેશ રાઠવાની જીત થઈ હતી. પ્રમુખ બન્યાના માત્ર 18 જ દિવસમાં રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

છોટાઉદેપુર: છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે. પ્રમુખ રાજેશ રાઠવાએ DDOને અને ઉપપ્રમુખ નકુડીબેન રાઠવાએ TDOને રાજીનામું આપી દીધું છે. પ્રમુખ - ઉપપ્રમુખ સહિત 10 સભ્યોએ ભાજપ સામે બળવો કરી કોંગ્રેસના સહકારથી સત્તા મેળવી હતી.
છોટાઉદેપુર તા.પં માં 26 પૈકી 20 બેઠક ઉપર ભાજપની જીત થઈ હતી. પ્રમુખની ચૂંટણીમાં રાજેશ રાઠવા ગેરહાજર હોવા છતાં કોંગ્રેસના 6 સભ્યોએ ટેકો કરતા રાજેશ રાઠવાની જીત થઈ હતી. પ્રમુખ બન્યાના માત્ર 18 જ દિવસમાં રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. પક્ષ સામે બળવો કરતા ભાજપે પ્રમુખ -ઉપપ્રમુખ સહિત તમામ 10 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા.





















