શોધખોળ કરો
Advertisement
CM રૂપાણી- નાયબ મુખ્યમંત્રીએ વડોદરાની લીધી મુલાકાત, કોરોનાના વધતા સંક્રમણ અંગે કરી સમીક્ષા
સીએમ રૂપાણીએ કહ્યું, રાજ્યમાં મૃત્યુઆંક એક વખત 7 ટકા હતો તે ઘટી ને 4 ટકા થયો છે. અને હજુ પણ ઘટશે, સરકાર સતત પ્રયત્નો કરી રહી છે.
વડોદરા: રાજકોટ બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાત લીધી હતી. અહીં કલેકટર ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામા આવી હતી. બેઠકમાં વડોદરા શહેર અને જિલ્લાની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામા આવી હતી સાથે જરુરી સૂચનો પણ કરવામા આવ્યા હતા. આરોગ્યની સુવિધાઓ વધારવા માટે 5 કરોડ રૂપિયા મુખ્ય મંત્રી રાહત ફંડ માંથી વડોદરા ને આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સીએમ રુપાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું, ગુજરાતમાં હાલ 73 ટકા કોરોના રિકવરી રેટ છે. રાજ્યમાં કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ ઉભી કરાઈ છે. પૂરતા વેન્ટિલેટર, ડોક્ટરો અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરાઈ છે. કોવિડ એક નવો રોગ છે. તેની વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. આપણે કોરોના સામે લાંબી લડાઈ લડવાની છે.
સીએમ રૂપાણીએ કહ્યું, રાજ્યમાં મૃત્યુઆંક એક વખતે 7 ટકા હતો તે ઘટી ને 4 ટકા થયો છે. અને હજુ પણ ઘટશે, સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. છેલ્લા 15 દિવસમાં દેશ અને ગુજરાતમાં કેશ વધ્યા છે.
રાજકોટ અને વડોદરામાં પણ સતત કેસ વધી રહ્યાં છે. ત્યારે ટેસ્ટ વધારવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. વડોદરામાં કાલથી ડબલ ટેસ્ટ કરવાની સૂચના અપાઈ છે. ગુજરાતમાં પણ ડબલ ટેસ્ટ કરવામાં આવશે, હવે સરકારે નક્કી કર્યું છે કે દરરોજ 20 હજાર ટેસ્ટ રાજ્યમાં કરવા.
મુખ્યમંત્રીએ કહ્યું, સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં સાધનોની કોઈ કમી નહીં રહે તે અંગે ચર્ચા કરવામાં આવી છે. વડોદરામાં હાલ 250 વેન્ટિલેટર છે. વેન્ટિલેટરની જરૂરિયાત હશે એટલા અપાશે છે. વિના મૂલ્યે સરકારી હોસ્પિટલમાં સારવાર મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement