શોધખોળ કરો
Advertisement
Corona Update: કોરોનાના કારણે અમેરિકામાં સ્થાયી થયેલા ત્રણ ગુજરાતીઓનાં મોત, પરિવારમાં શોકનો માહોલ
ઈટલી બાદ હવે અમેરિકાની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14,817 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્રણ ગુજરાતીઓનાં મોત બાદ પરિવારો, મિત્રો અને સગા સંબંધીઓમાં શોકનો માહોલ છે.
વડોદરા: વિશ્વના 180થી વધુ દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવી નાખ્યો છે. યુરોપ અને અમેરિકામાં કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. ઈટલી બાદ હવે અમેરિકાની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14,817 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યારે અમેરિકામાં સ્થાયી થયેલા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના 3 NRIના પણ કોરોના વાયરસના કારણે મોત નિપજ્યાં હતાં. કોરોનાનો ભોગ બનેલા ત્રણેય વ્યક્તિના પરિવારજનો પણ ક્વોરન્ટિનમાં રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેયના મોતથી દેવગઢ બારીયામાં વસતા તેમના પરિવારો, મિત્રો અને સગા સંબંધીઓમાં શોકનો માહોલ છે.
1) દેવગઢ બારીયાના ટાવર શેરીમાં રહેતા અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા 70 વર્ષીય કલ્પનાબેન ગાંધીનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું. કલ્પનાબેન તેમની બે પુત્રીઓ સાથે શિકાગોમાં રહેતા હતા. મોતના સમાચાર મળતાં જ સગા-સંબંધીઓમાં શોકના માહોલ જોવા મળ્યો હતો.
2) મૂળ દેવગઢ બારીયાના વતની અને વર્ષોથી અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થાયી થયેલા 75 વર્ષના અજીતભાઈ શાહનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું. તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી તેમના પરિવાર સાથે ન્યૂયોર્કમાં રહેતા હતા.
3) દેવગઢ બારીયાના 62 વર્ષના કલ્પેશભાઈ પરીખનું પણ કોરોના કારણે મોત થયું હતું. કલ્પેશભાઈ વર્ષોથી તેમના પરિવાર સાથે ન્યૂજર્સીમાં રહેતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion