શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દાહોદઃ ઝાલોદની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન કરવા જતાં બેટ પર ફસાયા 5 યુવકો, એક યુવક તણાયો
એક યુવક નદીમાં તણાયો છે. જ્યારે 4 યુવકો નદીની વચ્ચે બેટ ઉપર ફસાયા છે.
દાહોદઃ ઝાલોદની અનાસ નદીમાં 5 યુવકો ફસાયા છે. અસ્થિ વિસર્જન કરવા ગયેલા યુવકો ફસાયા છે. નદીમાં વહેણ વધતા યુવકો ફસાયા છે. એક યુવક નદીમાં તણાયો છે. જ્યારે 4 યુવકો નદીની વચ્ચે બેટ ઉપર ફસાયા છે. પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.
આજે દાંતામાં વરસાદી ધોધમાં ન્હાવા પડતા ત્રણ યુવકો ડૂબ્યા છે. જેમાંથી એક યુવકનું મોત થયું છે. જ્યારે બે યુવકોની શોધખોળ ચાલું છે. દાંતાના મુમનવાસ પાસે પાણીયારી આશ્રમ પાસેની આ ઘટના છે. યુવકો ડૂબી જતાં સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં એક યુવકની લાશ મળી આવી હતી. જોકે, હજુ સુધી બે યુવકો લાપતા છે.
ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, જેને કારણે અનેક નદી બે કાંઠે વહી રહી છે. આ નદીઓમાં લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા હોવાના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાથી વધુ એક સમાચાર સામે આવ્યા છે. ઈડરના ઝીંઝવા ગામની ભેસકા નદીના ડીપ બ્રિજ પરથી બાઇક તણાયું હતું. પુલ પરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકનું બાઇક સ્લીપ થતા બાઇક સવાર નદીમાં તણાયો હતો. જોકે, સ્થાનિક ગ્રામજનોએ બાઇક સવારનો બચાવ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion