HIT AND RUN: વડોદરામાં બેકાબુ કારે ટક્કર મારતા દાદા અને પૌત્રનું મોત
વડોદરા શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરમાં સમતા ફ્લેટની પાછળ ઉર્વશી ડુપ્લેક્સ પાસે કુનાલ ચાર રસ્તા જવાના રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.
વડોદરા: શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરમાં સમતા ફ્લેટની પાછળ ઉર્વશી ડુપ્લેક્સ પાસે કુનાલ ચાર રસ્તા જવાના રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ક્રેટા કાર(નંબર GJ06 L k 1303)ના ચાલકે કાબુ ગુમાવતા ઉર્વશી ડુપ્લેક્સ પાસે કારનો અકસ્માત થયો હતો. આ કાર જીઇબીના થાંભલા સાથે અથડાયા બાદ ઉર્વશી ડુપ્લેક્ષના ગેટ બહાર ઉભેલા લોકોને ટક્કર મારી હતી. જેમાં બે વર્ષના પૌત્ર રાજવીર જોગરાણા અને તેમના દાદા 61 વર્ષીય દાદા કાનજીભાઈ જોગરાણાનું મૃત્યુ થયું છે. પૌત્ર અને દાદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડાયા છે.
આ ઉપરાંત જે ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી તે લોકો ને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેની વધુ તપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ પૂજા તિવારી દ્રારા આગળની તપાસ હાથ ધરી છે. પ્રત્યક્ષ દર્શીએ કાર ચાલક તેમજ કારમાં બેસેલા બંને યુવકો દારૂના નશામાં ચૂર હોવાનું જણાવ્યું છે. અકસ્માત બાદ કારમાં બેસેલા બંને યુવકો દારૂની બોટલ લઈને ફરાર થઈ ગયા હતા. લક્ષ્મીપુરા પોલીસે સ્થળ પર પહોચી ફરાર ચાલક અને કારમાં સવાર લોકોની તપાસ આરંભી છે.
ચીખલીમાં અનાજના ગોડાઉનમાંથી તસ્કરો તેલના 72 ડબ્બા ઉઠાવી ગયા
Navsari: વધતી મોંઘવારીને કારણે ચોરો સોના ચાંદી અને રોકડને બાદ કીમતી તેલ અને અનાજના ચોરીમાં હાથ અજમાવ્યો છે. ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં તેલની ચોરી શરૂ થઈ છે. નવસારીના ચીખલીના અનાજના ગોડાઉનમાંથી 72 નંગ તેલના ડબ્બાની ચોરી કરીને જતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. 1,77,930 રૂપિયાની કિંમતના તેલના 72 ડબ્બા સહિત 11 જવના કટ્ટા પર તસ્કરો ચોરી ગયા હતા. ટોળકીએ પિક અપમાં ચોરી કરી નાસી જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.
સુરતમાં ભારે વરસાદથી ખાડી બે કાંઠે થઈ વહેતી,
દક્ષિણ ગુજરાત અને સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડી બંને કાંઠે વહેતી થઈ છે. કિમ,કામરેજ, કોસંબા,બારડોલીમાં વરસતા વરસાદનું પાણી સુરતની ખાડીમાં આવે છે. હાલ સુરતમાંથી પસાર થતીમીઠી અને ભેદવાડ ખાડી બન્ને કાંઠે વહેતી થતાં ખાડી કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. શહેરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીને પાઇપલાઇન મારફતે ઉલેચીને ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લાના કામરેજ, બારડોલીમાં વરસતા વરસાદની પાણીની આવક આ ખાડીમાં થાય છે અને સુરત શહેરમાંથી આ ખાડી પસાર થઈ સમુદ્ર તરફ આગળ વધે છે. સુરતમાં છેલ્લા બે વર્ષ થી ખાડીપુર નો ખતરો તોળાઈ રહ્યો છે.આ વર્ષે પણ થોડા વરસાદમાં જ ખાડી બંને કાંઠે વહેવા લાગી છે. જેથી વિપક્ષ દ્વારા ખાડી ડ્રેજિંગનું કામ કાગળ પર જ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવાયો છે.