મોરવા હડફ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં? જાણો કોના કોના નામો છે ચર્ચામાં?
કોંગ્રેસ તરફથી દાહોદના 7 વખત સાંસદ રહી ચૂકેલા સોમજી ડામોરના પુત્ર વનરાજસિંહ ડામોરનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. વનરાજસિંહ ડામોરની સાથે સુરેશભાઈ કટારા , કમળાબેન ડામોરના નામોની પણ સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચા થઈ રહી છે.
![મોરવા હડફ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં? જાણો કોના કોના નામો છે ચર્ચામાં? Gujarat by poll 2021 : Congress may give ticket to Vanrajsinh Damor in Morva hadaf assembly seat મોરવા હડફ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં? જાણો કોના કોના નામો છે ચર્ચામાં?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/21/1f23111b6fadce48bcd26f96fd12a9c5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પંચમહાલઃ 17 એપ્રિલના રોજ યોજાનાર મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણી ને લઇ રાજકીય પક્ષોના મિટિંગોનો દોર શરૂ થયો છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે તેના પર સૌની નજર મંડાયેલી છે. મોરવા હડફની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ તરફથી ઉમેદવાર પસંદગીની કવાયત તેજ થઈ ગઈ છે. વિધાનસભા બેઠક માટે દાવેદારી કરનાર સંભવિત દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા હતા.
4 નિરીક્ષકોએ કોંગ્રેસ પક્ષ તરફથી 11 જેટલા દાવેદારો સાથે ચર્ચા કરી હતી. દરેક દાવેદારો અને તેમના સમર્થકો સાથે નિરીક્ષકોએ ચર્ચા કરી માહિતી મેળવી હતી. કોંગ્રેસના નિરીક્ષકો તરીકે પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયાડ, નારણભાઈ રાઠવા,ઘનશ્યામભાઈ ગઢવી, ભગુરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ તરફથી દાહોદના 7 વખત સાંસદ રહી ચૂકેલા સોમજી ડામોરના પુત્ર વનરાજસિંહ ડામોરનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. વનરાજસિંહ ડામોરની સાથે સુરેશભાઈ કટારા , કમળાબેન ડામોરના નામોની પણ સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચા થઈ રહી છે.
તાજેતરમાં મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મોરવા તાલુકાના ઉમરદેવી ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકના જાહેર મંચ ઉપરથી ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ bjpના જીતેલા ઉમેદવારોના ઘર ઉપર પથ્થર મારવાની વાત કરી હતી. બેઠકમાં હજાર દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાનું ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું.
તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ટાંકીવિવાદિત નિવેદન આપ્યું હતું ચંદ્રિકાબેન બારીયાએ જણાવ્યું કે ભાજપવાળા જે જે જીત્યા છે એમના ઘરે જઈ પથ્થરમારો કરવો જોઈએ. બોગસ મતથી જીત્યા છે, મશીનથી જીત્યા છે, દારૂની પોટલીથી જીત્યા છે , પાંચસો ગ્રામ તેલથી જીત્યા છે એ પાંચ વર્ષ ચાલવાનુ નથી. પોતાને હરાવવા માટે જણાવ્યું કે મેં વિધાનસભામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે મારા સામે મુખ્યમંત્રી કે ગણપત વસાવાને મુકવા પડે.
પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડપ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદને લઇ વિવાદ થયો હતો જેમાં ભુપેન્દ્ર ખાંટના જાતિ પ્રમાણપત્ર લઈ bjp ઉમેદવાર દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર ખાંટ વિરુદ્ધ જાતિ પ્રમાણ પત્ર અને લઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેને પગલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવાહડપ ધારાસભ્ય સામે કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કર્યા હતા. આ સમગ્ર મામલો હાલ કોર્ટ સમક્ષ હોય દરમિયાન થોડા સમય પહેલા બીમારીના કારણે ભુપેન્દ્ર ખાંટનું મોત નીપજ્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)