પંચમહાલમાં કોરોનાનો વિસ્ફોટઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 26 કેસ, જાણો વિગત
પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વિસ્ફોટ થયો છે. આજે જિલ્લામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં જ 21 કેસ નોંધાયા છે.
ગોધરાઃ પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વિસ્ફોટ થયો છે. આજે જિલ્લામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં જ 21 કેસ નોંધાયા, જ્યારે ગોધરા તાલુકામાં 1 અને હાલોલ તાલુકામાં 4 કેસ નોંધાયા છે. ગોધરા ખાતે આવેલ સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા 10 ઉપરાંત વિદ્યાર્થીઓ પણ આવ્યા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હાલ તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેટ કરાયા છે. ગઈ કાલે પણ જિલ્લામાં 14 પોઝેટીવ કેસ પૈકી ગોધરાના 12 પોઝેટીવ કેસ નોંધાયા હતા.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. બીજી તરફ 240 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,287 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2 મોત થયા છે. આજે 8,73,457 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1290 , સુરત કોર્પોરેશનમાં 415, વડોદરા કોર્પોરેશનમાં 86 , આણંદ 70, કચ્છ 37, રાજકોટ કોર્પોરેશનમાં 36, ખેડા 34, ભરુચ 26, અમદાવાદ 24, મોરબી 24, ગાંધીનગર કોર્પોરેશન 23, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન 18, નવસારી 18, જામનગર કોર્પોરેશન 16, મહેસાણા 14, પંચમહાલ 14, ગાંધીનગર 12, સુરત 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 8, વડોદરા 8, જામનગર 7, બનાસકાંઠા 6, સાબરકાંઠા 6, અરવલ્લી 5, ભાવનગર 4, દેવભૂમિ દ્વારકા 4, જૂનાગઢ 4, મહિસાગર 4, અમરેલી 3, ગીર સોમનાથ 3, તાપી 3, દાહોદ 2, ડાંગ 1 અને સુરેન્દ્રનગરમાં 1 નવો કેસ નોંધાયો છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 7881 કેસ છે. જે પૈકી 18 વેન્ટીલેટર પર છે, જ્યારે 7863 નાગરિકો સ્ટેબલ છે. 8,19,287 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10125 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારી 1 અને ભાવનગરમાં 1 મોત થયું છે.