શોધખોળ કરો

Vadodara : ભાજપની આ યુવા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? કોણ છે આ યુવા નેતા?

વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પછી ભાજપના મહિલા કોર્પોરેટરને કોરોનાનો ચેપ લાગ્યો છે. વડોદરાના વોર્ડ નંબર-6 કોર્પોરેટર હેમિશા ઠક્કર કોરોના સંક્રમિત થયા છે. રેપીડ રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર શરૂ કરવામાં આવી છે. 

વડોદરાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે ફરી એકવાર ભાજપ-કોંગ્રેસના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પછી ભાજપના મહિલા કોર્પોરેટરને કોરોનાનો ચેપ લાગ્યો છે. વડોદરાના વોર્ડ નંબર-6 કોર્પોરેટર હેમિશા ઠક્કર કોરોના સંક્રમિત થયા છે. રેપીડ રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર શરૂ કરવામાં આવી છે. 

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અર્જુન ખાટરિયાને કોરોના પોઝિટીવ આવ્યો છે. તાજેતરમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા થયા છે. કોરોનાના કેસ વધતા ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે. કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં તો ડબલ ડિજીટમાં આવી ગયેલા કોરોનાના કેસો ફરી એક વાર ત્રણ ડિજીટમાં નોંધાઈ રહ્યા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે જ ચાર મહાનગરમાં આજથી રાત્રી કર્ફ્યુની અવધિ પૂર્ણ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક આજે બેઠક મળશે.. જેમાં વધતા સંક્રમણ વચ્ચે કર્ફ્યુ યથાવત રાખવું કે સમય બદલવો તે અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ ચારેય મહાનગરમાં રાત્રીના 12થી સવારે 6 વાગ્યે કર્ફ્યુ અમલમાં છે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાનો ફફડાટ ફરી એક વખત જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી બેકાબૂ બન્યું છે. દિવસેને દિવસે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં 810  નવા કેસ નોંધાયા હતા જ્યારે 586  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને ખેડામાં 1 મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4424 લોકોના કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,69,361 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.82 ટકા પર પહોંચ્યો છે. હાલ 4422 એક્ટિવ કેસ છે, જેમાંથી 54 લોકો વેન્ટિલેટર પર અને 4368  લોકો સ્ટેબલ છે. ગઈકાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 217, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશન 61, ભાવનગર કોર્પોરેશન 25, સુરત 24, વડોદરા 22,  મહેસાણા 18, ખેડા 17, પંચમહાલ 17, આણંદ 13, મોરબી 13, દાહોદ 10, પાટણ 10, રાજકોટ અને સાબરકાંઠામાં 9-9 કેસ નોંધાયા હતા.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 19,77,802 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,00,635 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 57,914 લોકોને રસી આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Embed widget