શોધખોળ કરો

Gujarat Coronavirus : ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો, મધ્ય ગુજરાતના વધુ 3 ગામોમાં જાહેર કરાયું લોકડાઉન

ફતેપુરા, ફતેપુરા તાલુકાના કાળીયા વલુન્ડા, કરોડીયા પૂર્વ ગ્રામપંચાયતે લોકડાઉનનો નિર્ણય લીધો છે. 10 દિવસનુ લોકડાઉન અપાયું છે. આવતી કાલથી 10 દિવસ સુધી સવારે 7 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી જ વેપાર કરી શકાશે. 1 વાગ્યા પછી સંપુર્ણ લોકડાઉન કરવાનો ગ્રામપંચાયતના સરપંચનો આદેશ છે. 

દાહોદઃ ગુજરાત(Gujarat)માં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. દૈનિક કેસો 3 હજાર નજીક પહોંચી ગયા છે, ત્યારે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. મધ્ય ગુજરાતમાં એક પછી એક ગામોમાં સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) લગાવવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લા (Dahod District)મા કોરોના  સંક્રમણને લઇ લોકોમાં ભયનો માહોલ છે. વધતા કેસના પગલે ગામડાઓમાં લોકડાઉન (Village lockdown) લગાવાયું છે. વધુ 3 ગામમાં લોકડાઉન થયું છે. 

ફતેપુરા, ફતેપુરા તાલુકાના કાળીયા વલુન્ડા, કરોડીયા પૂર્વ ગ્રામપંચાયતે લોકડાઉનનો નિર્ણય લીધો છે. 10 દિવસનુ લોકડાઉન અપાયું છે. આવતી કાલથી 10 દિવસ સુધી સવારે 7 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી જ વેપાર કરી શકાશે. 1 વાગ્યા પછી સંપુર્ણ લોકડાઉન કરવાનો ગ્રામપંચાયતના સરપંચનો આદેશ છે. 

અગાઉ ફતેપુરા (Fatehpura)ના બલૈયા (Balaiya)માં કોરોના સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન (Self lockdown) લગાવી દેવામાં આવ્યું છે. આજથી 8 એપ્રિલ સુધી ગ્રામ પંચાયત (Gram Panchayat) દ્વારા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. છ દિવસ માટે સવારના ૭થી ૧૦ વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે. નિયમનો અનાદર કરનાર વેપારીને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. 
 
દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે  વધી રહ્યો છે. શહેર સહીત હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો પગ પેસારો જોવાયો જેથી  ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી કોરોના સંક્રમણને નાથવા પહેલ કરી સ્વૈચ્છિક લોકડાઉન કરી છ દિવસ માટે સવારના 7 થી 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસની વાત કરીયે તો 3198 પોઝેટીવ કેસ નોંધાયા છે અને હાલ 174 કેસ એક્ટિવ છે ત્યારે  બલૈયા ની વાત કરીયે તો 1600થી 1800 લોકોની વસ્તી ધરાવતા  ગામ માં  18 કેસો એક્ટિવ છે, ત્યારે એકનું અવસાન થયું છે. જેને કારણે ગામમાં ભય જોવા મળ્યો હતો. 

ગ્રામ પંચાયત એક્સનમાં આવી અને બલૈયા ખાતે સરપંચની અધ્યક્ષતામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૩ એપ્રિલથી ૮ એપ્રિલ-૨૦૨૧ સુધી સ્વૈચ્છીક પણે પોતાના ધંધા-રોજગાર સવારના ૭ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવા ગ્રામ પંચાયત દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. જેને ગ્રામજનોએ પણ આવકાર આપ્યો હતો. આજ રોજ સવારે 10 વાગે તમામ દુકાન બજારો વેપારીઓએ બંધ રાખ્યા હતા.

 જોકે ગ્રામ પંચાયત દ્વારા ઠરાવવામાં આવેલ નિયમ મુજબ જો કોઈ વેપારી જણાવેલ સમય પછી પોતાનો ધંધો રોજગાર ચાલુ રાખશે તો તેના પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે.  બલૈયા ગામમાં કેટલાક લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળે છે. ત્યારે રોગચાળો વધુ વકરે નહીં તે હેતુથી બલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના સહયોગથી સ્વેચ્છિક પણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનું તમામ ગ્રામજનોએ પાલન કરી રોગચાળાને નાથવા સહયોગ આપવા નજરે પડ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget