શોધખોળ કરો

Vadodara: વડોદરામાં ચાલું કારે એક વ્યક્તિને હાર્ટી એટેક આવતા 3 કાર અને એક સ્કૂટીને લીધી અડફેટે, હોસ્પિટલે પહોંચ્યા તો...

વડોદરા: શહેરના માંજલપુરમાં હાર્ટ એટેકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 52 વર્ષીય દીપકભાઈ શાહ માંજલપુરની ચંદ્રવિલા સોસાયટી પહોંચે તે પહેલા તેમને ચાલુ કારે એટેક આવ્યો હતો.

વડોદરા: શહેરના માંજલપુરમાં હાર્ટ એટેકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 52 વર્ષીય દીપકભાઈ શાહ માંજલપુરની ચંદ્રવિલા સોસાયટી પહોંચે તે પહેલા તેમને ચાલુ કારે એટેક આવ્યો હતો. ચાલુ કારે એટેક આવતા ફૂટપાથ પરની ત્રણ કાર અને એક સ્કુટીને અડફેટે લીધી હતી. 108 દ્વારા દીપકભાઈને હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં મોટો વધારો થયો છે. જેને લઈને લોકોમાં ચિંતા પેઠી છે.

સુરતમાં શરદી-ઉધરસ બાદ પરિણીતાનું મોત

કોરોનાની સાથે સાથે હવે  H3N2 વાયરસે પણ માથું ઉચક્યું છે. જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરતમાં શરદી,ઉધરસ અને કફની તકલીફ બાદ એક પરિણીતાનું મોત નિપજ્યું છે. ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પરિણીતાનું મોત નિપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે H3N2 જેવા કેટલાક લક્ષણો મહિલામાં જોવા મળ્યા હતા. જો કે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત જાણવા મળશે. પરિણિતાના મોતને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.

શું કોરોનાની માફક હાહાકાર મચાવશે H3N2?

સમગ્ર દેશમાં H3N2 વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં આ વાયરસના કારણે 2 લોકોના મોત થતા કેન્દ્ર અને દેશવાસીઓની ચિંતા વધારી છે. નીતિ આયોગે ઈન્ફલ્યુએન્ઝાનો સામનો કરવા માટે એક એક્શન ટાસ્ક ફોર્સની રચના કરવા માટે બેઠક યોજી છે. કમિશનની બેઠકમાં રાજ્યોને વાયરસનો સામનો કરવા માટે હોસ્પિટલોમાં સજ્જતા, માનવબળ, દવા, મેડિકલ ઓક્સિજન અને સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. કમિશને નિર્ણય લીધો છે કે, વાયરસનો સામનો કરવા માટે સૌ પ્રથમ લોકોને જાગૃત કરવાની જરૂર છે.

નીતિ આયોગની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, લોકોમાં જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં આવશે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસનો સામનો કરવા માટે આયોગે કોરોના જેવા નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અંગે રાજ્યોને પણ નિર્દેશ જારી કરવામાં આવશે. કમિશને પ્રેસ રિલીઝ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. કમિશને કહ્યું હતું કે, નાક અને મોં ઢાંકવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું, લક્ષણોવાળા લોકોના સંપર્કમાં ન આવવા અને લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. નીતિ આયોગના આ નિર્દેશોના કારણે એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે શું H3N2 વાયરસ પણ કોરોનાની માફક દેશભરમાં હાહાકાર મચાવશે? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
Embed widget