Vadodara:એક બહેનની સામે જ બીજી બહેને પાણીમાં ખેંચી ગયો મગર, મચ્યો હડકંપ
વડોદરા: વાઘોડિયાના વલવા ગામે મગર એક કિશોરીને પાણીમાં ખેંચી જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બે બહેનો કપડા ધોવા માટે દેવ નદિમાં ગઈ હતી ત્યારે અકસ્માત સર્જાયો.
વડોદરા: વાઘોડિયાના વલવા ગામે મગર એક કિશોરીને પાણીમાં ખેંચી જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બે બહેનો કપડા ધોવા માટે દેવ નદિમાં ગઈ હતી. જ્યાં બન્ને બહેનો કપડા ધોઈ રહી હતી ત્યારે અચાનક મગર આવ્યો અને એક બહેનને પાણીમાં ખેંચી ગયો, આ જોઈને બીજી બહેને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
જો કે આ દરમિયાન સ્થાનિકોએ મગરના જડબામાંથી કિશોરીને છોડાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાણીના રાજા સામે કોઈનું ન ચાલ્યું અને આખરે મગર કિશોરીને લઈ ઊંડા પાણીમા અદ્રશ્ય થઈ ગયો. મૃતક કિશોરીનું નામ તુલસી નાયકા હોવાનું સામે આવ્યું છે અને તેની ઉંમર 17 હતી. તે પોતાના માસીના ઘર વલવા ગામે રહેતી હતી. આ ઘટનાની જાણ વનવિભાગ અને પોલીસને કરતા બન્નેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત ફાયર બ્રીગેડની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. જો કે, કિશોરીનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
અમદાવાદના આ શિશુભવનમાંથી બે કિશોરીઓ ભાગી
અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ શિશુભવનમાંથી બે કિશોરી પાછળના દરવાજેથી ભાગી જતા ચકચાર મચી જવા પામી છે. મિશનરી ઓફ ચેરીટી નિર્મલા શીશુભવન ચિલ્ડરન ફોમ ગર્લ્સ સંસ્થામાંથી ૧૨ અને ૧૫ વર્ષની બે સગીરા ગુમ થતા દોડધામ મચી ગઈ છે. આ અંગે સગીરાઓના પરિવાર અને સગા સંબંધીઓને જાણ કરાઈ હતી પરંતુ કોઇ ભાળ મળી નથી. આ અંગે સંસ્થાના સુપ્રિટેન્ડન્ટ સિસ્ટરે વાડજ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ અંગે વાડજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ,
Gujarat Rain: આજે સમગ્ર દેશમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી રહી ત્યારે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નિકળ્યા છે. ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી જગતના નાથની રથયાત્રા પર વરુણ દેવે અમી છાંટણા કર્યા છે. આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદની વાત કરીએ તો આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિકળી છે ત્યારે શહેરના ખાડીયા, સરસપુર અને કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.પોરબંદરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ અષાઢી બીજનું શુકન સાચવ્યું છે. પોરબંદર શહેરમાં ધીમીધારે વરસાદ નોંધાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. શહેરના કમલબાગ, છાયા, બોખીરા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨ કલાકથી ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુખ્ય બજારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડયો છે. 24 કલાકમાં વરસ્યો 8 ઇંચ વરસાદ નોંધાયો છે. નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. જેથી ગઈકાલથી વાહનની અવરજવર માટે રોડ બંધ કરાયો છે. સુરત જિલ્લામાં ગઈકાલથી વરસતા ભારે વરસાદને લઈ નદી નાળા છલકાયા છે. માંડવીના મુઝલાવથી બોધાનને જોડતો વાવીયા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. દર વર્ષે થોડા વરસાદમાં જ આ પુલિયુ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ અંગે ગ્રામજનો અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી.