શોધખોળ કરો
અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસને વડોદરા પાસે નડ્યો અકસ્માત, જાણો વિગત
ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડી ગયા હતા. માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા, બાકીના છુટ્ટા પડ્યા હતા.

વડોદરાઃ અમદાવાદથી મુંબઈ જઈ રહેલી કર્ણાવતી એક્સપ્રેસને વડોદરા રેલવે સ્ટેશન પાસે અકસ્માત નડ્યો છે. ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડી ગયા હતા. માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા, બાકીના છુટ્ટા પડ્યા હતા. આ દુર્ઘટના પછી મુસાફરોએ હોબાળો મચાવતા અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે, ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી છે. એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. થોડી જ વારમાં ટ્રેન ફરીથી દોડશે.
વધુ વાંચો




















