(Source: ECI/ABP News/ABP Majha)
Vadodra: બાંધકામ સાઈટના સાતમા માળેથી પટકાતા શ્રમિકનું મોત
બાંધકામની સાઈટ પર અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે. આ દરમિયાન ઘણી વખત ઉપરથી પટકાતા શ્રમિકોના મોત થાય છે. આ પ્રકારની જ એક ઘટના વડોદરામાં બનવા પામી છે.
વડોદરા: બાંધકામની સાઈટ પર અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે. આ દરમિયાન ઘણી વખત ઉપરથી પટકાતા શ્રમિકોના મોત થાય છે. આ પ્રકારની જ એક ઘટના વડોદરામાં બનવા પામી છે. અહીં કન્સ્ટ્રકશન સાઈટના સાતમા માળેથી પટકાતા શ્રમિકનું મોત થયું છે. મૂળ બિહારના મોહમદ મજાહિર શેખનું મોત થયું છે.
કારેલીબાગ વિસ્તારના યુફોરિયા કન્સ્ટ્રકશન સાઈટ પર આ ઘટના બની હતી. મજાહિર શેખ સેંટિંગનું કામ કરતા સાતમા માળેથી પટકાયા હતા. સાતમા માળેથી નીચે પડતા ચોથા માળે લગાવેલ જાળી પર પડ્યા હતા. જાળી પર પડ્યા બાદ જમીન પર પટકાતા ઇજાઓ થતા મોત નીપજ્યું છે. શ્રમિકનો મૃતદેહ પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે.
ઠંડી વધતાં જ વડોદરામાં ડેન્ગ્યૂના દર્દીઓમાં જોરદાર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નોંધાયા કેસો
રાજ્યમાં ઠંડીનો માહોલ જામવા લાગ્યો છે, હવે જેમ જેમ ઠંડીનો માહોલ જામી રહ્યો છે, તેમ તેમ રોગચાળો વકરી રહ્યો છે. હાલમાં જ માહિતી છે કે વડોદરામાં ફરી એકવાર ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. વડોદારમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વધ્યો છે, જેમાં ડેન્ગ્યૂના કેસો ઝડપથી વધી રહ્યાં છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યૂના 15 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 138 કેસો નોંધાયા છે. સતત વધી રહેલા રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વડોદરા મહાનગર પાલિકાની 264 ટીમોએ સર્વે હાથ ધર્યો છે, શહેરમાં 349 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે, બે દિવસમાં 11 હજાર સ્થળોએ ફૉગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દિવાળીના તહેવારમાં રોગચાળો વકર્યો, ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયાના કેસમાં વધારો
દિવાળીના તહેવારમાં રાજકોટમાં રોગચાળો વકર્યો છે. પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. જેના કારણે સિવિલ હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. ગત સપ્તાહમાં શરદી ઉધરસના એક હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે ડેંગ્યૂના 11, ચીકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. ખાનગી ક્લિનિક અને હૉસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ડેંન્ગ્યૂ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં કેસોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.