શોધખોળ કરો
Advertisement
.....તો આ કારણે પડ્યો વડોદરામાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ? જાણો વિગતે
હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ જ નહીં પણ બે અઠવાડિયા સુધી ભારે વરસાદ પડશે, પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાતને મેઘો ધમરોળશે તે નક્કી
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, વડોદરામાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. હવામાન વિભાગે હજુ પણ પાંચ દિવસ અને આગામી બે અઠવાડિયા સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, ગુજરાતમાં એકાએક ધોધમાર વરસાદ પડવા પાછળ પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશર સિસ્ટમ જવાબદાર છે.
હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ જ નહીં પણ બે અઠવાડિયા સુધી ભારે વરસાદ પડશે, પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાતને મેઘો ધમરોળશે તે નક્કી.
અગાઉ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાં ફરીથી પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે સપ્તાહ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની પડવાની ફરી આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સરક્યૂલેશનની બે વરસાદી સિસ્ટમના કારણે લૉ-પ્રેશર સર્જાયું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહીત રાજ્યમાં આ પ્રેશરના કારણે ભારે વરસાદ આવશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
પૂર્વ મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિની જાણકારી આપી છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે.
હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લો-પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. લો-પ્રેશર સર્જાશે તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.
પૂર્વ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર નિર્માણ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ એટલે કે, 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. આ ઉપરાંત પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion