શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ પતિથી અલગ રહેતી યુવતીને મુસ્લિમ યુવક સાથે સંબંધો બંધાતાં લિવ ઈનમાં રહેવા લાગી ને.....
જિલ્લાના પોર ગામે આત્મહત્યાનો એક સનસની કિસ્સો સામે આવ્યો છે, પોરમાં રહેતા મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે
વડોદરાઃ જિલ્લાના પોર ગામે આત્મહત્યાનો એક સનસની કિસ્સો સામે આવ્યો છે, પોરમાં રહેતા મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે.
માહિતી પ્રમાણે, વડોદરાના જંબુસર તાલુકાના ગજેરા ગામના મૂળ વતની પરંતુ હાલ પોરના સોમાભાઇ પાર્કમાં રહેતા રમણભાઇ ચીમનભાઇ ઠાકોરની સૌથી મોટી પુત્રી સંગીતા(ઉ.વ .૩૦)ના લગ્ન કરજણ તાલુકાના ધાવટ ગામના રાજુ રમણભાઇ ઠાકોર સાથે છ વર્ષ પહેલાં થયા હતા.
આ સંગીતાને એક પુત્રી પણ છે. પરંતુ પતિ સાથે અણબનાવ થતાં સંગીતા છેલ્લા દોઢ વર્ષથી પોતાના પિયર પોરમાં આવીને પુત્રી સાથે રહેતી હતી. અહીં સંગીતાને પોર નવીનગરીમા રહેતા અલીભાઈ ભીખાભાઇ મનસુરી સાથે પ્રેમ સંબંધો હતો, તેઓ બંને છેલ્લા એક વષથી રાજીખુશીથી સાથે રહેતા હતા.
હવે બન્નેનો પ્રેમ સંબંધ એટલો બધો ગાઢ થઇ ગયો હતો કે, બન્ને સાથે જીવવા અને મરવા માંગતા હતા. બપોરના સમયે ભાડે રહેતી સંગીતાના ઘરેથી સંગીતા અને તેનો પ્રેમી અલીભાઇ ભીખાભાઇ મનસુરી બન્નેની ખાટલા પર ઝેરી દવા પીધેલી હાલતમાં લાશો મળી આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement