વડોદરા: કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમાટીભર્યું મોત
કરજણ નેશનલ હાઇવે નં. 48 પર માંગલેજ ચોકડી પાસે વડોદરા ભરૂચના ટ્રેક પર કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો છે. પુરઝડપે આવતા કારચાલકે માંગલેજ ગામના વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમાટીભર્યું મોત થયું .
વડોદરા: કરજણ નેશનલ હાઇવે નં. 48 પર માંગલેજ ચોકડી પાસે વડોદરા ભરૂચના ટ્રેક પર કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો છે. પુરઝડપે આવતા કારચાલકે કરજણના માંગલેજ ગામના વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમાટીભર્યું મોત થયું છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. કારનો નંબર GJ 06 FQ 0051 હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ કરજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.
પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લેતા દીકરીનું મોત
સુરત: શહેરની ભેસાણ ચોકડી પાસે બાઇક પર જઈ રહેલા પિતા-પુત્રીને ટ્રકે ટક્કર મારતાં દીકરીનું મોત નીપજ્યું છે. મૃતક પ્રગતિની ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી હતી અને આજે અંગ્રેજીનું છેલ્લું પેપર હતું, ત્યારે અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. બાઇક સવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મૃતક પ્રગતિના પિતા ક્રિભકોમાં કોન્ટ્રાકટ સુપર વાઇઝર છે. બે સંતાનોમાં મોટી દીકરીનું નિધન થયું છે. પરિવારમાં શોકનો માહોલ છે.
ગુજરાતમાં 24 કલાકમાં 3-3 બળાત્કારની ઘટનાથી ચકચાર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ શહેરમાં દુષ્કર્મની ત્રણ ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વડોદરામાં 22 વર્ષના પિતરાઈ ભાઈએ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેર નજીકના રામપુરા ગામની સીમમાં બનાવ બન્યો હતો. મહુડાનાં ફૂલ વીણિ રહેલી બાળાને ચોકલેટની લાલચ આપી ખેતરમાં લઈ ગયો હતો. બાળકીની માતાએ જવાહનગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
બીજી ઘટનાની વાત કરીએ, તો અમદાવાદના ઇસનપુરમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું. ચાંદખેડાના યુવકે લગ્ન ની લાલચ આપી સગીરા નું અપહરણ કરી સુરત લઈ જઈ દુષ્કર્મ આચર્યું. યુવક સામે ઈશનપુરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અપહરણ , પોકસો , દુષ્કર્મ ની કલમો હેઠળ પોલીસે નોંધ્યો ગુનો.
સિદ્ધપુરના એક ગામની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ એક ઇસમે આચર્યું દુષ્કર્મ. સરસ્વતીના એક ગામમાંથી યુવતી બાઈક પર બેસાડી શખ્સ પાટણના ડેર ગામ લઈ ગયો.યુવતીને બાદમાં તેના બે મિત્રોની કારમાં હારીજના માંસા ગામમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ. યુવતી પર દુષ્કર્મ આચરનાર કલ્પેશ ઠાકોર તેમજ કાર લઈ આવનાર બે ઈસમો સહિત ત્રણ ઈસમો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ. ભોગ બનનાર યુવતીએ કાકોશી પોલીસ મથકે નોધાવી પોલીસ ફરિયાદ. કાકોશી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.