શોધખોળ કરો

Vadodara: તળાવમાં ડૂબવાથી વ્યક્તિનું મોત, ત્રણ દીકરોઓએ પિતાનો છાયો ગુમાવ્યો

વડોદરા:  વાઘોડિયા વાઘનાથ તળાવમાં ડૂબવાથી એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ ઈમ્તીયાજ મહેબુબ પઠાણ છે અને તેમની ઉંમર 39 વર્ષની છે. તેઓ સુરજ બા સોસાયટીમાં પરીવાર સાથે રહેતા હતા.

વડોદરા:  વાઘોડિયા વાઘનાથ તળાવમાં ડૂબવાથી એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ ઈમ્તીયાજ મહેબુબ પઠાણ છે અને તેમની ઉંમર 39 વર્ષની છે. તેઓ સુરજ બા સોસાયટીમાં પરીવાર સાથે રહેતા હતા. તેમના પરિવારની વાત કરીએ તો તેમને સંતાનમાં ત્રણ દિકરીઓ છે. આમ અચાનક પરિવારના મોભીનું મોત થતા ત્રણ દીકરોએ પિતાનો છાયો ગુમાવ્યો છે.

આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ઘરે ડબક ભરાઈ જતા તે કુદરતી હાજત માટે તળાવે ગયો હતા. જ્યાં પગ લપસવાને કારણે પાણીમાં ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે લોકો તેને મદદ કરે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. સ્થાનિકોએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો અને હાલમાં વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને જરુરી કાર્યવાહી હાથ ધરી છે.

તિસ્તા સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી
ગુજરાત એટીએસની ટીમ તિસ્તા સેતલવાડને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પહોંચી છે. નોંધનિય છે કે, ગઈકાલે ગુજરાત એટીએસની ટીમ મુંબઈથી તિસ્તા સેતલવાડની અટકાયત કરી હતી. ગુજરાત એટીએસની બે ટીમ પહોંચી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા શેતલવાડ, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર સામે બનાવટી દસ્તાવેજો બનાવીને કાવતરા હેઠળ ખોટી કાર્યવાહી શરૂ કરવા બદલ કેસ નોંધ્યો છે. આ કેસમાં તિસ્તા અને શ્રીકુમારને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે જ્યારે સંજીવ ભટ્ટ પહેલેથી જ જેલમાં છે.  હવે મળતી માહિતી પ્રમાણે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ક્રાઇમ બ્રાન્ચ લઈ જાય તેવી શકતાઓ છે. સંજીવ ભટ્ટ હાલમાં પાલનપુર સબ જેલમાં ndps હેઠળ છે . પૂછપરસ માટે ક્રાઇમ બ્રાન્ચ ટ્રાન્સફર વોરંટને આધારે લઈ જાય તેવી શક્યતાઓ છે.

તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારની ધરપકડ
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સેતલવાડ (Teesta Setalvad), સંજીવ ભટ્ટ (Sanjeev Bhatt) અને આરબી શ્રીકુમાર (RB Srikumar) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે IPC કલમો 468, 471, 194,211,218, અને 120B હેઠળ કેસ નોંધ્યા છે. 

શું છે આરોપો? 
આરોપ છે કે ઝાકિયા જાફરીની અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને સમન્સ પાઠવવામાં આવ્યા છે

નકલી દસ્તાવેજો રજૂ કરી ગુજરાતને બદનામ કર્યું 
સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ ગુજરાત પોલીસે નવેસરથી FIR દાખલ કરી છે.આરોપ છે કે તિસ્તા સેતવલવાડે ગુજરાતને બદનામ કર્યું હતું. તેના માટે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.હવે તિસ્તાએ જણાવવું પડશે કે કોના કહેવા પર, ક્યાંથી અને કોની સાથે આ નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો.

તિસ્તા પાછળના લોકો કોણ હતા?
સુપ્રિમ કોર્ટ દ્વારા એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે તિસ્તાએ જાણી જોઈને બીજાના ઈશારે કર્યું છે. આ મામલે સ્થાનિક પોલીસમાં કેસ નોંધાયા બાદ આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ માટે મુંબઇના જુહુમાં તિસ્તાના બંગલામાં આવી હતી અને તેને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ આવી હતી જ્યાં કાગળની કાર્યવાહી કર્યા બાદ તેને લઈને  ગુજરાત ક્રાઈમ બ્રાન્ચમાં લઇ જવામાં આવી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Embed widget