(Source: Poll of Polls)
Panchmahal : સગાઈ તૂટી જતાં યુવતીએ કરી લીધો આપઘાત, યુવતી ગર્ભવતી હોવાની પરિવારને શંકા
નદીસર ગામની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બે વર્ષ પૂર્વે થયેલી સગાઈ તૂટી જતા આઘાતમાં આવી આપઘાત કરી લીધો છે. પરિવારજનો છેલ્લા બે દિવસથી મૃતદેહ સાથે રાખી ધક્કા ખાઈ રહ્યા છે.
વડોદરાઃ પંચમહાલ જિલ્લાના નદીસર ગામની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બે વર્ષ પૂર્વે થયેલી સગાઈ તૂટી જતા આઘાતમાં આવી આપઘાત કરી લીધો છે. પરિવારજનો છેલ્લા બે દિવસથી મૃતદેહ સાથે રાખી ધક્કા ખાઈ રહ્યા છે. યુવતી ગર્ભવતી હોવાની પરિવારને શંકા છે.
સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેતા ગાંધીનગર રજુઆત કરી હતી. આખરે ફરિયાદ નોંધાતા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લવાયો છે. સમગ્ર મામલે પોલીસની શંકાસ્પદ ભૂમિકા હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે.
અન્ય એક ઘટનમાં ગાંધીનગરના સાંતેજ ગામમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. સાંતેજ ગામમાં આવેલી ફેક્ટરીની ઓરડીમાં રહેતા મજૂર પરિવારની દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અજાણ્યા વ્યક્તિ બાઇક ઉપર આંટો મારવવાના બહાને બાળકીને લઈ ગયો હતો.
હાલ બાળકીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવી છે. સાંતેજ પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા બે અલગ અલગ ટિમો બનાવી છે. આરોપી જાણભેદુ હોવાની પોલીસ અનુમાન સેવી રહી છે.
Ahmedabad : ભુયંગદેવમાં કરિયાણાની દુકાનમાં ફાટી નીકળી આગ, વેપારીને હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદઃ શહેરના ભુયંગદેવ વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં આગ ફાટી નીકળતાં અફરા-તફરી મચી ગઈ હતી. રિદ્ધિ સિદ્ધિ નામની દુકાનના માલિકને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે. ભુયંગદેવ વિસ્તારમાં દુકાનમાં આગ લાગી હતી. રિદ્ધિ સિદ્ધિ નામની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયરવિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.
બે દિવસમાં 150 નાની મોટી આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્રણ મોટી આગ બુઝાવવામાં 3 લાખ લીટર પાણીનો વપરાશ થયો હતો. અમદાવાદ શહેરમાં દિવાળી અને બેસતા વર્ષે આગ લાગવાના કોલમાં પણ સરેરાશ વધારો નોંધાયો. બે દિવસમાં ફાયરવિભાગને 150 થી વધુ કોલ નાની મોટી આગ માટે મળ્યા જેમાં ઓઢવ, મોટેરા અને ઈદગાહ વિસ્તારમાં ભીષણ આગ લાગવાના ફોન ફાયરવિભાગને મળ્યા.
દિવાળીના દિવસે ફાયર વિભાગને મોટેરા સ્થિત ગોડાઉનમાં આગ લાગવાના કારણે 8 ગાડીઓ દ્વારા આગ પર કાબુ કરવામાં આવ્યો. ઓઢવની જય કેમિકલ નામની કંપનીમાં આગ લાગતા 4 ગાડીઓ દ્વારા આગ પર કાબુ કરવામાં આવ્યો અને પ્રેમ દરવાજા સ્થિત ઇદગાહ ચોકી પાસે આગ લાગતા પ્લાસ્ટિકના ગોડાઉનમાં 8 ગાડીઓ દ્વારા કુલ 3 લાખ લીટર પાણી છાંટવામાં આવ્યું. રહેણાક વિસ્તારોમાં આગ લાગવાની 62 ઘટનાઓ બની તો ખુલ્લા પ્લોટમાં ફટાકડાના કારણે આગ લાગવાની 80 જેટલી ઘટનાઓ ફાયરવિભાગના ચોપડે નોંધાઇ.