PM Modi Vadodara Visit: અમરેલીમાં ભારત માતા સરોવરનું PM મોદીએ કર્યું લોકાર્પણ
Vadodara:C-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે, જેમાંથી 16 એરબસ દ્વારા સીધા સ્પેનથી ડિલિવરી કરવામાં આવી રહ્યા છે અને અન્ય 40 ભારતમાં બનાવવામાં આવશે
LIVE
Background
Vadodara સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ગુજરાતના વડોદરાની મુલાકાત લેશે. જ્યાં PM મોદી સ્પેનના વડાપ્રધાન સાથે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આગમન માટે વડોદરાવાસીઓએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
આ ફેક્ટરીમાં સ્પેનની ભાગીદારી
જો આપણે C295 એરક્રાફ્ટ ફેક્ટરીના નિર્માણ વિશે વાત કરીએ તો તે Tata Advanced Systems Limited (TASL) કેમ્પસમાં બનાવવામાં આવી છે. C-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે, જેમાંથી 16 એરબસ દ્વારા સીધા સ્પેનથી ડિલિવરી કરવામાં આવી રહ્યા છે અને અન્ય 40 ભારતમાં બનાવવામાં આવશે. Tata Advanced Systems Limited પર ભારતમાં આ 40 વિમાનોના ઉત્પાદન માટેની જવાબદારી છે. આ સુવિધા ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન હશે.
ભારત માતા સરોવરનું લોકાર્પણ
પ્રધાનમંત્રી મોદીએ લોકોને સંબોધન કરતા કહ્યું, રાજ્યના અનેક વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણનો આજે અવસર મળ્યો છે. આપણા વડોદરામાં દેશની એવી એક ફેક્ટરીનું ઉદ્ધાટન થયું છે. જેમાં આપણી વાયુસેના માટે હવાઈ જહાજ બનાવવામાં આવશે. PM મોદીએ વધુમાં કહ્યું કે, મને અહીં અમરેલીમાં આવીને ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો મહત્વનો અવસર મળ્યો છે. આ તમામ વિકાસ કાર્યો સૌરાષ્ટ્ર કચ્છ માટે ઉપયોગી સાબિત થશે.
PM મોદીએ આપી વિકાસ કાર્યોની ભેટ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમરેલી જિલ્લાને પણ વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ અમરેલીમાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું છે
#WATCH | Prime Minister Narendra Modi launches various development works at Lathi in Amreli district, Gujarat. pic.twitter.com/1saTBu1r7S
— ANI (@ANI) October 28, 2024
'આ પ્રોજેક્ટ બે વિશ્વના શ્રેષ્ઠને એકસાથે લાવે છે'
આ ખાસ અવસર પર વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું કે એરબસ અને ટાટા વચ્ચેની આ ભાગીદારી ભારતીય એરોસ્પેસ ઉદ્યોગની પ્રગતિમાં ફાળો આપશે અને અન્ય યુરોપિયન કંપનીઓના આગમન માટે નવા દરવાજા ખોલશે. આ પ્રોજેક્ટ બે વિશ્વના શ્રેષ્ઠને એકસાથે લાવે છે.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું, “આજે અમે માત્ર એક અદ્યતન ઔદ્યોગિક સુવિધાનું જ ઉદ્ધાટન નથી કરી રહ્યા. આજે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે બે પ્રતિષ્ઠિત કંપનીઓ વચ્ચે એક અસાધારણ પરિયોજના વાસ્તવિક બની જાય છે. પીએમ મોદીની પ્રશંસા કરતા પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, તમારુ વિઝન ભારતને ઔદ્યોગિક શક્તિ અને રોકાણ અને વેપાર માટે આકર્ષણ બનાવે છે.
ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન સમયે PM મોદીએ રતન ટાટાને કર્યાં યાદ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેન સરકારના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ લોકોને સંબોધતા તેમણે કહ્યું કે થોડા સમય પહેલા દેશે પોતાના મહાન પુત્ર રતન ટાટાને ગુમાવ્યા છે. જો આજે રતન ટાટા આપણી વચ્ચે હોત તો તેઓ ખૂબ જ ખુશ હોત. આજે ભારત આ યોજના પર ઝડપે કામ કરી રહ્યું છે. યોજનાના આયોજન અને અમલમાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં. અહીંથી બનેલા એરક્રાફ્ટ અન્ય દેશોને પણ આપવામાં આવશે.
બંને પ્રધાનમંત્રી લક્ષ્મી વિલાસ પેલેસ જવા થયા રવાના
PM મોદીએ એરક્રાફ્ટ C-295 ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતું બાદ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું. છેલ્લા 10 વર્ષ માં ભારતીય એવિએશન ડિપાર્ટમેન્ટ નો વિકાસ તમે જોયો છે.અમે એવિએશન હબ બનાવવા માગીએ છીએ. સંબોધન બાદ બંને પ્રધાનમંત્રી લક્ષ્મી વિલાસ પેલેસ જવા રવાના થયા હતા