શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરાઃ લોકરમાં મુકેલી 2.20 લાખ રૂપિયાની નોટો ઉધઈ ખાઈ ગઇ, BOBએ કરી સ્પષ્ટતા
વડોદરા પ્રતાપનગર વિસ્તારમાં અપ્સરા સ્કાઈલાઈન કોમર્શિયલ કોમ્પલેક્ષ ખાતે બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ કાર્યરત છે.
શહેરના પ્રતાપનગરની બેંક ઓફ બરોડાની બ્રાંચના લોકરમાં મહિલા ખાતેદારે મુકેલા રૂ.2.20 લાખને ઉધઈ ખાઈ જતા ખાતેદારે વળતરની માંગણી કરી છે. બેંકમાં લોકરમાં મુકેલા રૂપીયા ઉધઈ કાતરી ગઈ હોય તેવો પહેલો કિસ્સો શહેરમાં બન્યો છે. મહિલાએ પોતાના ઉધાઈ ખાઈ ગયેલા રૂપીયાનું વળતર માંગતા બ્રાંચ મેનેજર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
વડોદરા પ્રતાપનગર વિસ્તારમાં અપ્સરા સ્કાઈલાઈન કોમર્શિયલ કોમ્પલેક્ષ ખાતે બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ કાર્યરત છે. જે બ્રાન્ચમાં ખાતેદારોને લોકરની સુવિધા આપવામાં આવે છે. બેન્કના એક મહિલા ખાતેદાર દ્વારા તેમના લોકરમાં રૂપિયા 2 લાખથી વધારે રોકડ રકમ મુકવામાં આવી હતી. જેમાં રૂપિયા 5, 10, 100 અને 500ની ચલણી નોટો હતી.
મહિલા ખાતેદારને રોકડી જરૂર હોવાથી તેઓ બેન્કમાં લોકરમાંથી રકમ લેવા આવ્યા હતા. લોકર ખોલતાની સાથે જ તેમના હોંશ ઉડી ગયા હતા. લોકરમાં મુકેલી તેમની રૂપિયા 2 લાખથી વદારેની રકમને ઉધઈ કોતરી ગઈ હતી.
મહિલા ખાતેદારે આ સમગ્ર મામલે બેંકના કર્મચારીઓને ફરિયાદ કરી હતી. તેમજ મેનેજરને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. ખાતેદાર મહિલાએ વળતરની માગ કરી હતી અને બેંકમાં હોબાળો મચાવ્યો હતો. જોકે બેંકના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકરનું ખાતુ ખોલાવતી વખતે તેમાં લખ્યું હોય છે કે લોકરમાં રોકડ રકમ મુકવી નહી. જ્યારે આ મહિલાએ લોકરમાં રકમ મુકતા ઉધઈ તેને ખાઈ ગઈ છે. જોકે બેંક મેનેજર દ્વારા હવે આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે બેંકે સ્પષ્ટતા કરી છે કે, ગ્રાહકની રોકડનો એક નાનો ભાગને ઉધઈને કારણે નુકસાન થયું છે. બેંક ગ્રાહકોને આશ્વશ્ત કરાવવા માગે છે કે, બેંકે આ મામલે તાત્કાલીક પગલા લીધા હતા. બ્રાન્ચમાં પેસ્ટ કન્ટ્રોલ કરાવાવમાં આવ્યું જેથી ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ઉભી ન થાય. અમે આ મામલે ગ્રાહકની ફરિયાદને ધ્યાનમાં લીધી છે અને જેટલી બને એટલી ઝડપથી તેનું નિરાકરણ લાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion