શોધખોળ કરો

આ બે શહેર વચ્ચે દોડશે દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન, ગુજરાત સાથે છે ખાસ કનેક્શન

દિલ્હી-મેરઠ વચ્ચે દેશની પ્રથમ રીજનલ રેપિડ રેલ દોડશે. જેનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. આ રીજનલ રેપિડ રેલના કોચ વડોદરા જિલ્લાના સાવલી મંજુસર જીઆઇડીસી સ્થિત અલસ્ટોમ કંપનીમાં તૈયાર કરવામાં આવ્યા છે.

Regional Rapid Rail: દિલ્હી અને મેરઠ વચ્ચે દેશની પ્રથમ રીજનલ રેપિડ રેલ દોડશે. જેનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. તમને જણાવી દઇએ કે, આ રીજનલ રેપિડ રેલના કોચ વડોદરા જિલ્લાના સાવલી મંજુસર જીઆઇડીસી સ્થિત અલસ્ટોમ કંપનીમાં તૈયાર કરવામાં આવ્યા છે. દિલ્હી-મેરઠ વચ્ચે સૌથી પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન દોડશે. તબક્કાવાર 35 ટ્રેન સેટ (210 કોચ) સાવલીથી રવાના કરવામાં આવશે. નોંધનિય છે કે, દેશની આ ફર્સ્ટ સેમી હાઈસ્પીડ ટ્રેન મુસાફરોને 'એર ટ્રાવેલ' જેવી ફિલિંગ આપશે. 

આ ટ્રેનના બધા કોચ વડોદરાના સાવલીમાં બનાવવામાં આવ્યા છે. આ ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની એવરેજ સ્પીડ પ્રમાણે ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા નીતિ હેઠળ વડોદરા સાવલી પ્લાન્ટમાં RRTSની તમામ ટ્રેનનું નિર્માણ કરાશે. ભારત સરકારના નિવાસ અને શહેરી મંત્રાલયના સચિવ ઉપસ્થિતિમાં આ ટ્રેનના સેટ રાષ્ટ્રીય રાજધાની પરિવહન ક્ષેત્ર (NCRTC)ને સોપવામાં આવ્યા હતા. પ્રથમ ટ્રેન બોર્ડ ટ્રેલર પર રાખી 14 મેની આસપાસ ઉત્તર પ્રદેશના જિલ્લા ગાજીયાબાદ સ્થિત દુહાઈ ડિપોમાં પહોંચી જવાની આશા છે.

અમદાવાદ- કચ્છ હાઇવે 27 કલાકથી બંધ, વાહનોની લાંબી કતારો લાગી

સુરેન્દ્રનગર: માલવણ હાઇવે પર થયેલા અકસ્માતને 27 કલાક થવા છતાં હજુ અમદાવાદ કચ્છ હાઇવે બંધ છે. નોંધનિય છે કે, અકસ્માત થયાને 27 કલાક થવા છતાં હજુ આગમાં બળીને ખાખ થયેલ વાહનોને રસ્તા ઉપરથી દુર કરાયા નથી જેના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. ટ્રક અને ટેલર વચ્ચે અકસ્માતને 27 કલાક થવા છતાં હજુ હાઇવે બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ટાફિકના કારણે દૂર દૂર સુધી વાહનોની કતારો લાગી છે. ફાયર વિભાગ l&tના કર્મચારીઓ વાહનોને હટાવવા માટે કામગીરીમાં લાગ્યા છે.

શું હતી ઘટના?
સુરેન્દ્રનગરમાં હરિપર ગામ પાસે આવેલ પુલ પર ટેંકરમાં આગ લાગવાની ઘટના બની હતી. પુલ પર સામ-સામે ટેન્કર આવી જતા અકસ્માત થયો હતો. બાદમાં ટેંકરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું છે. બે ટેન્કર વચ્ચે અકસ્માત બાદ છ વાહનોમાં આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશલ પ્રવાહી હોવાથી આગ લાગી હોવાની આશંકા છે. સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાઇવે પર છથી વધુ વાહનોમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

જેના કારણે અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ટેન્કરમાં કોઈ જ્વંલનશીલ પ્રદાર્થ હોવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. અન્ય ચારથી પાંચ વાહનમાં આગ પ્રસરી હોવાની ચર્ચાઓ છે. જો કે આગ લાગતા જ ધ્રાંગધ્રા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જો કે આગ વધુ હોવાથી સુરેન્દ્રનગર ફાયરની ટીમની પણ મદદ લેવાની જરૂર પડી હતી.

વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને આ ડોને આપી જાનથી મારી નાખવાની ધમકી
બોટાદ:  શહેરના ગુનાહિત ઈતિહાસ ધરાવતા સીરા ડોને વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ માળીને મારી નાખવાની ધમકી આપતા ખળમળાટ મચી ગયો છે. શહેરમાં ધાર્મિક સથળો પર બાંધેલા લાઉડ સ્પિકરને ઉતારી લે જે તેમ કહી સીરા ડોન નામના શખ્સે ધમકી આપી છે. ધંધુકા કિશન ભરવાડ વાળી થશે તેવી ધમકી આપી છે.  ગઈ પાંચ તારીખના રોજ બપોરે શહેરના નાગલપર દરવાજા  નજીક વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખને બોલાવીને ધમકી આપવામાં આવી હતી. સીરા ડોન પર ભુતકાળમાં અનેક ગુનાઓ નોધાયેલા છે. આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઈ કાલે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget