(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara Ahmedabad એક્સપ્રેસ હાઈવે પર આઇસર ટ્રક પાછળ ઘૂસી ગઈ, ડ્રાઇવરનું મોત
વડોદરા અને આણંદ વચ્ચે અકસ્માત થયો હતો. આઈસર ટ્રક આગળની ટ્રક સાથે અથડાઈ હતી. મહારાષ્ટ્ર પાર્સિંગની આઇસર ટ્રકના ડ્રાયવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે એક કિલોમીટર ટ્રાફિક જામ થયો.
વડોદરાઃ વડોદરા અમદાવાદ એક્ષપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. વડોદરા અને આણંદ વચ્ચે અકસ્માત થયો હતો. આઈસર ટ્રક આગળની ટ્રક સાથે અથડાઈ હતી. મહારાષ્ટ્ર પાર્સિંગની આઇસર ટ્રકના ડ્રાયવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે એક કિલોમીટર ટ્રાફિક જામ થયો. હાઈવે ઓથોરીટીના કર્મચારીઓએ આવીને ટ્રાફિક રાબેતા મુજબ શરુ કર્યો. ડ્રાઇવરની ડેડ બોડી હોસ્પિટલ ખસેડાઈ.
અમરેલીઃ ગઈ કાલે બગસરામાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બગસરા મામલતદાર કચેરી પાસે અકસ્માતની ઘટના સર્જાઇ હતી. માંગરોળથી અમરેલી રૂટની એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇકમાં સવાર ભાઈ-બહેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રથમ બગસરા અને ત્યાંથી અમરેલી સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા છે. ઘટના સ્થળે બગસરા પોલીસ પહોંચી તપાસ શરૂ કરી છે.
વલસાડના પારડી તાલુકાના ખડકી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. બળદ હાઇવે પર અચાનક આવી જતા 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 કારોને નુકશાન થયું છે. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની કતાર લાગી હતી. કારમાં સવાર તમામ લોકોને માત્ર નાની મોટી ઇજા થઇ છે. તમામનો અકસ્માતમાં બચાવ થયો છે.
Surat : પતિ સાથે બાઇક પર જતી યુવતી પડી ગયેલી બેગ લેવા નીચે ઉતરી ને કારે ઉડાવી દીધી
સુરતઃ ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાનું કારની અડફેટે મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પતિ-પત્ની મુંબઈ ફરવા જતાં હતાં, દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પતિ-પત્ની રેલવે સ્ટેશન જવા નીકળ્યાં હતાં. પત્નીના મોતને લઈને શોકનો માહોલ સર્જાયો છે.
સુરતમાં ગઈ કાલે વહેલી સવારે તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પાંડેસરામાં મહિલાને કારે અડફેટે લેતાં મોતને ભેટી હતી. વિમલ શ્રીવાસ્તવ પત્ની સોનલ સાથે મુંબઈ ફરવા જઇ રહ્યો હતો. જોકે, 5 વર્ષના પ્રેમલગ્નમાં ફરવાની ખુશી માતમમાં ફેરવાઇ ગઈ છે. આ અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
દંપતીને મુંબઈ ફરવા જવાનું હોવાથી બાઇક રેલવે સ્ટેશન પર મૂકી ફલાઇંગ રાણી ટ્રેનનું રિઝર્વેશન હતું. કૂદીગામ નજીક બાઇક પરથી કપડાંની બેગ પડી ગઈ હતી, જે સોનલ લેવા ગઈ હતી. જોકે, આ જ સમયે કારે સોનલને અડફેટે લીધી હતી. કાર અકસ્માતમાં ઘાયલ થયેલી પત્નીને સારવાર માટે સિવિલ લઈ આવતાં મૃત જાહેર કરાઈ હતી.
સોનલના મોતના પગલે પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. વેકેશન હતું એટલે મુંબઈ ફરવાનું આયોજન કરી પ્રવાસે નીકળ્યા હતા. ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. પ્રેમલગ્નને 5 વર્ષ જ થયા હતા. હજી દુનિયા જોવાની બાકી હતી અને વિધાતાએ લગ્નજીવનની દોર જ તોડી નાખી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.